સંસ્થા સમાચાર - અંક ૮ સપ્ટેમ્બર ૨૦૧૮

Wednesday 05th September 2018 05:59 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું તા. ૯ સપ્ટેમ્બર સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર રમણભાઈ અને શીલાબેન પટેલ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310
• શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન, ૨૨૦-૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RGખાતે તા. ૧૦ થી તા.૧૬ સપ્ટે. દરમિયાન શ્રી સંત સ્મૃતિ મહોત્સવ પ્રસંગે શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ પારાયણનું આયોજન કરાયું છે. તા.૧૧ આચાર્ય મહારાજશ્રી ઉપસ્થિત રહેશે. કથાનો સમય તા.૧૦થી૧૬ સવારે ૯થી૧૧ અને તા.૧૦થી ૧૪ સાંજે ૬થી૮ તેમજ તા.૧૫ સાંજે ૫થી ૭ રહેશે. સંપર્ક. 020 8459 4506
• શ્રી ઠાકુર અનુકુલચંદ્રના સત્સંગનું તા.૮ સપ્ટેમ્બર સાંજે ૬.૩૦ વાગે બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન,૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07868 098 775
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો • તા.૯ સપ્ટેમ્બર સુધી સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ‘શિવ મહાપુરાણ’ પર સ્વામી બોધાનંદનું પ્રવચન • ઈલ્ફર્ડ મિત્ર મંડળના સહયોગથી ગણેશોત્સવ ૨૦૧૮માં તા.૧૩ સપ્ટે. સાંજે ૬.૩૦થી ૮ ગણેશ પ્રતિસ્થાપના અને આરતી, તા ૧૪ અને ૧૫ ગણેશ દર્શન અને આરતી • તા.૧૬ સપ્ટે. રામ્સગેટ બીચ ખાતે ગણેશ વિસર્જન VHP ટેમ્પલથી કોચ સવારે ૧૦ વાગે ઉપડશે. સંપર્ક. વી. ખેતરપાલ07425 181 695 • દર મંગળવારે બપોરે ૧૨થી ૩ લેડિઝ સંગીત. સંપર્ક. 020 8553 5471
• બ્રહ્મા કુમારીઝ, ગ્લોબલ કો ઓપરેશન હાઉસ, પાઉન્ડ લેન, લંડન NW10 2HH ખાતેના કાર્યક્રમો • તા.૧૩ સપ્ટે. સાંજે ૭થી ૮.૩૦ ‘એક્સપાન્ડિંગ પોસિબિલિટીઝ’ વિષય પર જ્યોફ માર્લોનું પ્રવચન • તા.૧૬ સપ્ટે. સાંજે ૬.૧૫થી ૭.૪૫ દરમિયાન ‘યુએન ઈન્ટરનેશનલ ડે ઓફ પીસ’ નિમિત્તે ‘મેડિટેશન ફોર વર્લ્ડ પીસ’ સંપર્ક. 020 8727 3350
• યોગાચાર્ય હિમાંશુજી દ્વારા ‘સુખી અને તંદુરસ્ત જીવન’ના પાંચ દિવસના પ્રોગ્રામનું તા. ૧૫ અને ૧૬ સપ્ટે. સવારે ૯થી સાંજે ૬ હેરો, લંડનમાં અને તા.૨૧થી તા.૨૩ સુધી રાત્રિરોકાણ સાથેની રિટ્રીટ - કન્ટ્રીસાઈડ તરફનું આયોજન કરાયું છે. સંપર્ક. મુકેશ શાહ 07957 211 880, જગદીશ પટેલ 07401 331 999
• શ્રી સોરઠિયા વણિક એસોસિએશન, યુકે દ્વારા સામુદ્રી માતાજીના પાટોત્સવનું તા.૧૬ સપ્ટે. બપોરે ૧૧થી સાંજે ૭.૩૦ દરમિયાન કેનન્સ હાઈ સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સુધાબેન માંડવિયા 020 8931 3748
• BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણી નિમિત્તે તેમના જીવન અને કવન વિશે ‘એવા સંતને નમું હું શીશ’ અંતર્ગત સંગીતમય શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું તા.૨૧ રેડિંગ, તા.૨૨ બર્મિંગહામ, તા.૨૩ નોટિંગહામ, તા.૨૯ લેસ્ટર અને તા.૩૦ હેવન્ટ ખાતે આયોજન કરાયું છે.
• ચિન્મય મિશન-યુકે દ્વારા તા.૨૨ સપ્ટેમ્બર સવારે ૧૧થી સાંજે ૬ દરમિયાન ‘ધ સિક્રેટ્સ ઓફ ધ હનુમાન ચાલીસા એન્ડ ફેસ્ટિવલ ઓફ હનુમાન’નું ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હનુમાન ચાલીસાનો પાઠ, બાળકો માટે આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, ફેસ પેન્ટિંગ બુક્સ તથા તમામ વયના લોકો માટે આધ્યાત્મિક પુસ્તકો, કૂકિંગ ડેમો અને ગીફ્ટ્સ તેમજ મેડિટેશન વર્કશોપ પણ યોજાશે. જુઓwww.chinmayuk.org. વધુ વિગત માટે જુઓ એશિયન વોઈસ પાન નં.૯
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર (શ્રી નરનારાયણદેવ મંદિર ભૂજના તાબા હેઠળના) વુડ લેન, સ્ટેનમોર, મીડલસેક્સ HA7 4LF ખાતે શ્રાવણ મહિનાના શિવ પૂજનનું તા. ૯ સપ્ટેમ્બર સવારે ૯.૩૦, ૧૧.૩૦, બપોરે ૪, સાંજે ૫.૩૦ અને ૭ વાગે આયોજન કરાયું છે. વેબસાઈટ www.swaminarayansatsang.
com, ઈમેલ [email protected] સંપર્ક. 020 8954 0205 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૧૧
• કરમસદ સમાજ યુકેના ૪૭મા વાર્ષિક જાહેર સંમેલનનું રવિવાર તા,૨૩ સપ્ટેમ્બર બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ TW13 7NA ખાતે આયોજન કરાયું છે. તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. બાદમાં જમણવાર રખાયો છે. સંપર્ક. કલ્પેશ પટેલ 020 7733 9467
• શાંતિધામ દ્વારા તા.૨૩થી ૨૯ સપ્ટે. દરરોજ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન પૂ. આચાર્ય રામાનુજજીની વ્યાસપીઠે ‘શ્રીમદ ભાગવત સપ્તાહ’નું સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. દરરોજ સાંજે ૮થી ૯ મહાપ્રસાદ. તા. ૨૩ પોથીયાત્રા, તા. ૨૬ કૃષ્ણ જન્મ ઉત્સવ, તા. ૨૭ ગીરિરાજ ઉત્સવ અને તા. ૨૮ રુક્ષ્મણિ વિવાહ ઉત્સવ થશે. સંપર્ક. 01162 290 421
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે સપ્ટેમ્બર ૨૦૧૮ના કાર્યક્રમો • તા. ૧૦થી ૧૪ સાંજે ૬.૧૫ કોટા નીલિમાનું આર્ટ એક્ઝિબિશન • તા. ૧૧ સાંજે ૬.૩૦ નંદિની રામાણી દ્વારા ભરતનાટ્યમ નૃત્ય • તા. ૧૨ સાંજે ૬.૩૦ દીપક અને રૂપા ચક્રવર્તી દ્વારા ‘તબલા
એન્ડ ડાન્સ’. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે ભારતના હસ્તકલા કારીગરોની કૃતિઓના એક્ઝિબિશનનું તા.૨૦થી ૨૩ દરમિયાન આયોજન કરાયું છે. સમય તા.૨૦ બપોરે ૩થી સાંજે ૭ અને તા.૨૧થી સવારે ૧૧ વાગે. સંપર્ક. 020 7381 3086
• પંકજ સોઢા આયોજીત પ્રતિમા ટી અભિનિત કોમેડી નાટક ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’ના સપ્ટેમ્બર ૨૦૧૮ના શોઝ • તા.૨૧ સાંજે ૭, ઓલ્ડહામ કોલેઝિયમ, ફેરબોટમ સ્ટ્રીટ, માન્ચેસ્ટર OL1 3SW સંપર્ક. શશી મોહનદાસ 07784 512 847
• તા.૨૨ બપોરે ૩ વાગે અને સાંજે ૮ વાગે, ઓએસીસ એકેડમી, શર્લી પાર્ક ક્રોયડન CR9 7AL સંપર્ક. રમાબેન વ્યાસ 07883 944 264 અને ઈલાબેન પટેલ 07939 211 346 • તા. ૨૩ સાંજે ૭ વાગે, પીપુલ એન્ટરપ્રાઈઝ, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટરLE4 6DP સંપર્ક. વસંત ભક્તા 07860 280 655


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter