• સત કૈવલ સર્કલ, યુકે દ્વારા ૨૪૭મા પરમગુરુ પ્રાગટ્ય મહીબીજ મહોત્સવનું રવિવાર તા.૧૦.૦૨.૧૯ બપોરે ૧થી ૫ દરમિયાન બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન હોલ, ૧૧૬, ઈલિંગ રોડ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સાંજે ૬ વાગે પ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. અંજૂબેન પટેલ 020 8464 5924.
• હનુમાન હિંદુ ટેમ્પલ, શ્રીદત્ત યોગ સેન્ટર ૫૧, બીચ એવન્યુ, બ્રેન્ટફર્ડ, મીડલસેક્સ TW8 8NQ ખાતે રવિવાર તા.૧૦.૦૨.૧૯ સવારે ૧૦.૩૦થી ૧૧.૪૫ દરમિયાન વસંતપંચમી - સરસ્વતી માતા પૂજાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07466 334 961
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૦૯.૦૨.૧૯ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા • રવિવાર તા.૧૦.૦૨.૧૯ બપોરે ૩ વાગે ભજન. બાદમાં આરતી અને મહાપ્રસાદ. સંપર્ક. 07882253540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા સ્વ. લક્ષ્મણભાઈ પગરાણી c/o El Mayaનું શરીર શાંત નિમિત્તે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૧૦.૦૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે ભોજનપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8459 5758
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - - શનિવાર તા.૦૯.૦૨.૧૯ સવારે ૧૧થી બપોરે ૧ દરમિયાન હિંદી ક્લાસના વિદ્યાર્થી દ્વારા સરસ્વતી પૂજા - રવિવાર તા.૧૦.૨.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સંસ્થા ખાતે દર બુધવારે સાંજે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ શ્રીમદ ભાગવત પુરાણ તેમજ સાંજે ૮ થી રાત્રે ૯ એડલ્ટ શાખા ચાલે છે. સંપર્ક. 020 8553 5471..
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૧૭.૦૨.૧૯ બપોરે ૩ વાગે બેંગાલ હેરિટેજ ફાઉન્ડેશન, લંડન શરદ ઉત્સવ અને ધ ભવનના સંયુક્ત ઉપક્રમે ‘ફાગુન ફેસ્ટ’નું આયોજન કરાયું છે. સંગીતના કાર્યક્રમ સાથે, ભારતીય હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ અને ફૂડ સ્ટોલ પર વિવિધ વાનગીઓ ઉપલબ્ધ થશે. સંપર્ક. 020 7381 3086.

