BAPS ચેરિટીઝ દ્વારા ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ

Wednesday 23rd June 2021 05:59 EDT
 
 

ભારતમાં થોડાં સમય અગાઉ કોવિડ – ૧૯ની બીજી લહેર આવી હતી. તે દરમિયાન ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ખૂટી પડ્યા હતા. આ પરિસ્થિતિમાં દુનિયાભરની BAPS ચેરિટીઝ દ્વારા મોટા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર્સ, કન્સેન્ટ્રેટર્સ, વેન્ટિલેટર્સ,પીપીઈ કીટ વગેરે ભારત મોકલવામાં આવ્યા હતા.
BAPS ચેરિટીઝ દ્વારા ભારતમાં તેમની સહયોગી હોસ્પિટલોના નેટવર્ક દ્વારા અને નવી ઉભી કરાયેલી હંગામી મેડિકલ ફેસિલિટિઝ દ્વારા દર્દીઓને સારવાર અને મદદ કરવામાં આવી હતી.
અબુધાબીના BAPS મંદિર દ્વારા વધુ ૪૪ મેટ્રિકટન લિક્વિડ ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ છે અને કુલ ૪૪૦ મેટ્કિ ટન એટલે કે લગભગ ૬૦,૦૦૦ ઓક્સિજન સિલિન્ડર જેટલો ઓક્સિજન ભારત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમેરિકાથી BAPS ચેરિટીઝ દ્વારા ૩૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ મોકલવામાં આવ્યા હતા અને વધુ ૫૦ કન્સેન્ટ્રેટર્સ મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકાથી ૧૭૫,૦૦૦ પીપીઈ કીટ,૧૯૦,૦૦૦ ડોલરની આર્થિક સહાય અને ૯૦,૦૦૦ મીલ્સ પૂરા પાડવામાં આવ્યા છે.
સંસ્થા દ્વારા દર્દીઓની સારવાર માટે હેલ્થકેરમાં સંકળાયેલા તમામને પીપીઈ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી.
વોલન્ટિયર્સ દ્વારા અસરગ્રસ્તોને મદદ ઉપરાંત મહામારીના પીડિતો, તેમના પરિવારોને ગરમ ભોજન અને ઈમોશનલ સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter