BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા નવા વર્ષે પારિવારિક શતાબ્દી મહાપૂજા યોજાઈ

Wednesday 12th January 2022 05:16 EST
 
 

૧ જાન્યુઆરી, ૨૦૨૨ને નવા વર્ષે યોજાયેલી ઓનલાઈન પારિવારિક શતાબ્દી મહાપૂજામાં ૨,૪૦૦થી વધુ પરિવારો જોડાયા હતા. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના રેસિડેન્ટ સ્વામીઓ દ્વારા આ પૂજાનું સંચાલન કરાયું હતું અને સમગ્ર યુકે અને યુરોપમાં લાઈવ વેબકાસ્ દ્વારા તેનું સ્ટ્રીમીંગ કરાયું હતું. મહાપૂજા વિશેષ પ્રાચીન પવિત્ર વિધિ છે જે શક્તિશાળી વેદિક મંત્રોના ઉચ્ચારણ સાથે કરવામાં આવે છે અને ભગવાનની સ્તુતિ અને પ્રશંસા કરાય છે.
આ મહાપૂજા પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દીની એક વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે પણ યોજાઈ હતી. આ ઉજવણી ડિસેમ્બર ૨૦૨૧માં તેમની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી દરમિયાન શરૂ થઈ હતી. આ ઉજવણીએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરણાદાયી જીવનને અંજલિ આપવાની પરિવારોને તક પૂરી પાડી હતી. મહાપૂજા દરમિયાન વિધિનું વર્ણન ઈંગ્લિશ અને ગુજરાતી બન્ને ભાષામાં સમજ આપવા સાથે કરાયું હતું.
આ ઉજવણીમાં પરિવારો પરંપરાગત ભારતીય વસ્ત્રો પરિધાન કરીને, પોતાના ઘરો અને ઘરમંદિરો રંગોળીથી શણગારીને, દીવા પ્રગટાવવા જેવી વધારાની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા.
બે સંતાનોના માતા ધારા ભટ્ટ જર્મનીના સ્ટટગર્ટથી મહાપૂજામાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે નવા વર્ષની આ ખૂબ સરસ શરૂઆત કહેવાય. મહાપૂજાએ તેમને તથા તેમના પરિવારને અને અન્ય ઘણાં લોકોને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રશંસા કરવાની અને સમગ્ર વર્ષ દરમિયાન અન્યો પ્રત્યે કરુણા અને સંવાદિતાના તેમના સિદ્ધાંતોનું પાલન કરીને જીવવાની તક પૂરી પાડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter