અમદાવાદઃ બીએપીએસ સંસ્થાના પૂ. ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને અમેરિકાના ઓહાયો સ્ટેટ દ્વારા સન્માનિત કરાયા છે. ગવર્નર માઈક ડિવાઈને ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સન્માનતા જણાવ્યું હતું કે ‘તમારું સમર્પણ અને સકારાત્મક ફેરફાર લાવવાની લાગણી, દુનિયાને વધુ સારી બનાવતી રહે છે.’
ડો. જ્ઞાનવત્સલદાસ સ્વામીને સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન માટે કેનેડાના વિવિધ પ્રાંતોની સરકારો દ્વારા પણ સન્માનિત કરાયા છે. જેમાં ઓન્ટારિયો સરકાર દ્વારા ગ્રેહમ મેકગ્રેગર (મંત્રી-નાગરિકતા અને બહુરંગી સંસ્કૃતિ વિભાગ, ઓન્ટારિયો)ના હસ્તે તો કેલ્ગેરી શહેર કાઉન્સિલરો દ્વારા પ્રોક્લેમેશન એનાયત કરીને બિરદાવાયા હતા. એડમન્ટન શહેરના મેયરે તેમને સમાજમાં કરાયેલા અદ્વિતીય યોગદાન બદલ સન્માનિત કરાયા હતા. જ્યારે આલ્બર્ટા સ્ટેટ એસેમ્બલીએ સન્માન કરતા જણાવ્યું હતું કે ‘સાંસ્કૃતિક એકતાનો પ્રેરણાસ્રોત બનેલા પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીએ સમગ્ર વિશ્વમાં માનવમૂલ્યો અને અધ્યાત્મના પ્રચાર માટે પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.’