લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થાને BAPS wellNESS પ્રોજેક્ટ મારફત ગ્રેટર લંડનની કોમ્યુનિટીઓની અદ્ભૂત સેવા કરવા બદલ મંગળવાર 25 નવેમ્બર 2025ના રોજ લંડન ડાંગુર એવોર્ડ્ઝ 2025સમારંભમાં ‘હેલ્થ એન્ડ વેલ-બીઈંગ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. BAPS wellNESS ઈનિશિયેટિવ ડાયાબિટીસ, હૃદયરોગ અને માનસિક આરોગ્ય સમસ્યાઓનો સામનો કરતા બ્રિટિશ સાઉથ એશિયનોમાં આરોગ્ય અસમાનતાઓનું નિવારણ કરવામાં મદદ કરે છે.
ધ લંડન ડાંગુર એવોર્ડ્સ (અગાઉના લંડન ફેઈથ એન્ડ બીલિફ કોમ્યુનિટી એવોર્ડ્સ) લંડનની ફેઈથ કોમ્યુનિટીઓના અજાણ્યા હીરોઝની કદર કરવા સાથે સેવા, કરુણા અને સહકાર દ્વારા સમાજના ઉત્થાન માટે કાર્યરત પ્રોજેક્ટ્સને હાઈલાઈટ કરે છે. આ એવોર્ડ્સ ગ્રેટર લંડન લેફ્ટનન્સી‘સ કાઉન્સિલ સાથે મળીને કામ કરે છે. રોયલ સોસાયટી ઓફ મેડિસીન ખાતે ડાંગુર એજ્યુકેશન ફાઉન્ડેશનના સ્થાપક ડો. ડેવિડ ડાંગુર CBE DL તેમજ હિઝ મેજેસ્ટીઝ લોર્ડ લેફ્ટનન્ટ ઓફ ગ્રેટર લંડન્સ કાઉન્સિલ ઓફ ફેઈથના ચેર બુશરા નાસીર CBE Dlના હાથે એવોર્ડ એનાયત કરાયા હતા.
પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજથી પ્રેરિત BAPS wellNESS પ્રોજેક્ટ આરોગ્યના ચાર મુખ્ય સ્તંભ-પોષણ, કસરત, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને નિદ્રા પર ધ્યાન આપે છે. આ પ્રોગ્રામ દરેક વયની વ્યક્તિને આ ક્ષેત્રોમાં ટકાઉ આદતો વિકસાવવામાં મદદ કરે છે અને તેમને આધ્યાત્મિકતા થકી વધુ મજબૂત બનાવે છે. આ પ્રોજેક્ટમાં 30થી વધુ સ્વયંસેવકોએ નિષ્ણાત વાર્તાલાપો, ઈન્ટરેક્ટિવ વર્કશોપ્સ, અંગત કલ્યાણના સપોર્ટ તેમજ જર્નલ્સ, હેબિટ ટ્રેકર્સ અને આરોગ્યપદ રસોઈ પુસ્તિકાઓ સહિત વ્યવહારુ યોગદાન આપ્યું છે. આ ઈનિશિયેટિવ દ્વારા કોમ્યુનિટીના હજારો સભ્યો વ્યક્તિગત પ્રવૃત્તિઓ અને ડિજિટલ રિસોર્સીસ મારફત જોડાયા છે.
BAPS વતી એવોર્ડ સ્વીકાર્યા પછી અગ્રણી વોલન્ટીઅર ડો. તન્વી રઘવાણીએ જણાવ્યું હતું કે,‘આ કદર સમગ્રપણે અન્યોને મદદ કરવા સમય અને નિષ્ણાત કૌશલ્યને આપનારા તમામ સ્વયંસેવકોની છે. BAPS wellNESS આપણી કોમ્યુનિટીને બહેતર આરોગ્ય તરફ અર્થસભર અને નાનાં પગલાં ભરવા સશક્ત બનાવવાં વિશે છે, જેથી દરેક વ્યક્તિ વધુ હેતુપૂર્ણ અને આનંદસભર જીવન જીવી શકે.’ લંડનમાં BAPS કોમ્યુનિટી હેલ્થ, વયોવૃદ્ધોના કલ્યાણ, મહિલાઓ અને બાળકોને સપોર્ટ તેમજ યુવાવિકાસ માટે મૂલ્યવાન યોગદાન આપવા બદલ સતત પોંખાતી આવી છે.
તાજેતરમાં મળેલા કેટલાક એવોર્ડ્સ આ મુજબ છેઃ
● 2024: એલ્ડરલી વેલ્ફેર સેન્ટર-સર્વિસીસ ટુ એલ્ડરલી ● 2023: ઈન્ટરનેશનલ વિમેન્સ ડે-સપોર્ટિંગ વિમેન
● 2022: ‘આઈલેન્ડ ઓફ હીરોઝ’- ઈન્સ્પાયરિંગ યુથ ● 2020: કનેક્ટ એન્ડ કેર-કોવિડ-19 રિસ્પોન્સ
● 2019: હેલ્થ સ્ક્રીનિંગ્સ- કોમ્યુનિટી પ્રોજેક્ટ ઓફ ય યર ● 2018: કેર હોમ વિઝિટ્સ-સર્વિસીસ ટુ એલ્ડરલી


