BBS UK ફેમિલી પિકનિકઃ એકતા, સંસ્કૃતિ અને આરોગ્ય હિમાયતનો વિજય

બિમલ આર. પટેલ Tuesday 22nd August 2023 14:53 EDT
 
 

લંડનઃ યુકેની જોશીલી ભારતીય કોમ્યુનિટીના હાર્દમાં છેક 1982થી સ્થાપના કરાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા કરાયેલી ભવ્ય ઉજવણી થકી ઉપસ્થિત 400થી વધુ લોકોમાં આનંદ, મૈત્રી-બંધુત્વની ભાવના સાથે આવશ્યક આરોગ્યલક્ષી સંદેશાનો પ્રસાર પણ કરાયો હતો. BBS UK ફેમિલી પિકનિક માત્ર સંસ્કૃતિ અને મૂલ્યોની જાળવણીની સાતત્યપૂર્ણ પ્રતિબદ્ધતાનો પુરાવો જ નથી પરંતુ, યુનાઈટેડ કિંગ્ડમમાં વસતી ગુજરાતી કોમ્યુનિટીના સ્વાસ્થ્ય કલ્યાણને આગળ વધારવાના તેમના અથાક સમર્પણનો પણ પુરાવો છે. આ ઉજાણીનું આયોજન વિશાળ ગ્રાઉન્ડ્સ અને વિપુલ સુવિધાઓ ધરાવતી કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

સ્પોન્સર્સ, સમર્થકો, કોમ્યુનિટી અગ્રણીઓ અને સ્વસંવકોનો મેળાવડો

આ ઉજાણી ગુજરાતી કોમ્યુનિટીના વિશાળ ફલકનું પ્રતિનિધિત્વ કરતા જોશપૂર્ણ વ્યક્તિઓના તાણાવાણા સાથેનું પોત હતી. અહીં ઉપસ્થિત લોકોમાં પ્રતિષ્ઠિત સિગ્નેટરીઝ, ઉદારમના સ્પોન્સર્સ, સમર્પિત સમર્થકો, સ્વયંસેવકો તેમજ વિવિધ છ ગામોમાંથી આવતા સંખ્યાબંધ કમિટી મેમ્બર્સનો સમાવેશ થયો હતો. આ પિકનિક ભાદરણ બંધુ સમાજ યુકે અને તેના ચાવીરૂપ મહેનતુ પદાધિકારીઓ અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સની ટીમના હૃદયમાં કોમ્યુનિટીની એકતા અને સહભાગી ઉદ્દેશોની સાક્ષીરૂપ હતી.

ડાયાબિટીસ વિશે જાગૃતિઃ હૃદયની નિકટ રહેલો ઉદ્દેશ

આ વર્ષની પિકનિક શ્રી ધર્મેશભાઈ દેસાઈના પ્રમુખપદે લાયન્સ ક્લબ ઓફ સડબરીના સાથ-સહકારથી ડાયાબિટીસ વિશે જાગૃતિ કેળવવા બાબતે મક્કમ પ્રતિબદ્ધતા માટે અલગ તરી આવશે. આ ઈવેન્ટમાં સ્થળ પર હાજર ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા બ્લડ ટેસ્ટ્સ કરાવાયા ઉપરાંત, ડાયાબિટીસ થતાં કેવી રીતે અટકાવવો અને તેના સંચાલન કે વ્યવસ્થા સંદર્ભે બહુમૂલ્ય માર્ગદર્શન પૂરાં પડાયા હતા.

રસોઈકળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન અને સ્વાદની રંગત

વ્યંજનોના સ્વાદ અને સોડમથી સ્વાદતંતુઓને લલચાવી દિલોદિમાગને તરબતર કરી દેનારી રસોઈકળાના ઉત્કૃષ્ટ પ્રદર્શન વિના તો કોઈ પણ ભારતીય મિજબાની અધૂરી જ ગણાય. આ મોરચે તો બીબીએસ યુકે ફેમિલી પિકનિકમાં ભારતીય શાકાહારી અને બિન-શાકાહારી વાનગીઓની ભપકાદાર સજાવટ ધ્યાનાકર્ષક બની રહી હતી. સોડમથી ભરપૂર કરીઝ અને મોમાં પાણી લાવનારા સ્ટાર્ટર્સથી માંડી પિઝા અને ચિપ્સ અને આઈસ્ક્રીમ સાથેની વિવિધ વાનગીઓએ ભારતીય કોમ્યુનિટીના ઉદરતૃપ્તિના ભવ્ય અને સમૃદ્ધ વારસાને જીવંત બનાવી દીધો હતો.

ઉદારતાનું સન્માનઃ સમર્થનના સ્તંભો

BBS UKફેમિલી પિકનિકની સફળતા કોમ્યુનિટી પહેલોનો આધાર બની રહેલા સ્પોન્સર્સ અને દાતાઓના અવિરત સપોર્ટથી જ શક્ય બની હતીઃ

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસઃ આ પ્રતિષ્ઠિત પ્રકાશનોએ આ ઈવેન્ટને સ્પોન્સર કર્યો છે એટલું જ નહિ, તેના પ્રમોશનમાં પણ પાયારૂપ ભૂમિકા ભજવી છે. તેમની ઉપસ્થિતિ કોમ્યુનિટીના ઉદ્દેશોની તરફદારી કરવાની તેમની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

ફરસાણઃ શ્રી નૈનેશભાઈ પટેલ, ફરસાણના ચેરમેન માટે વિશેષ કૃતજ્ઞ છીએ, જેમણે ઉદાર હાથે મોટા ભાગના રૂચિકર સ્ટાર્ટર્સનું યોગદાન આપ્યું છે. તેમની પરોપકારિતાની ભાવના હજુ આગળ વિસ્તરી હતી જ્યારે તેમણે બીબીએસ યુકેના બેનર હેઠળ ભારતમાં ભાદરણ ગામના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન જાહેર કર્યું છે.

યુનિક ફ્રેઈટ ફોરવર્ડર્સઃ આ ગ્લોબલ ફ્રેઈટ કંપનીના ડાયરેક્ટર્સ અવિનાશભાઈ, રાજુભાઈ અને પ્રકાશભાઈની તેમના પરિવારો સાથેની હાજરીએ બીબીએસ યુકેના ઈવેન્ટ્સ માટે અવિરત સપોર્ટનું પ્રદર્શન કર્યું છે.

KMP ગ્રૂપના શ્રી અને શ્રીમતી મૂકેશભાઈ કે પટેલઃ બીબીએસ યુકે માટે તેમના અવિરત સપોર્ટ દેખાઈ આવે છે અને તેમની ઉપસ્થિતિ બદલ અમો વિશેષ આભારી છીએ.

 શ્રી દીપકકુમાર એ પટેલ, શ્રી પી કે પટેલ, સુશ્રી તનુ પટેલ, શ્રી દેવેન્દ્રભાઈ આર પટેલ, શ્રી જાગૃતભાઈ જે પટેલ અને શ્રીમતી અનિતા પટેલ, અને શ્રીમતી આરતી પટેલ, તમામ કમિટી અને પારિવારિક સભ્યોના તેમના ઉદાર દાન અને સેવા બદલ આભારી છીએ.

વીર કેટરિંગઃ સમગ્ર ઈવેન્ટ દરમિયાન સ્વાદિષ્ટ ભોજન પુરું પાડવા બદલ અમારા કેટરર્સના ખૂબ આભારી છીએ.

ગૌરવવંતા શ્રી સી.બી. પટેલઃ દીર્ઘદર્શિતાને સલામ

ભાદરણ બંધુ સમાજ યુકેના સ્થાપક સભ્ય અને ભાદરણ ગામના વતની શ્રી સી.બી. પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેને ગૌરવ બક્ષ્યું હતું. તેમની વિરાસત અને ફીલોસોફી સંસ્થાના વિકાસ અને સફળતામાં ચાલકબળ બની રહ્યા છે. તેમની ઉપસ્થિતિએ પારિવારિક મૂલ્યો અને સામુદાયિક કલ્યાણની ચિરસ્થાયી પ્રતિબદ્ધતાનું મહત્ત્વ દર્શાવ્યું છે.

આ ઈવેન્ટમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રતિષ્ઠિત એડિટર-ઈન-ચીફ શ્રી સી.બી. પટેલ અને ગ્રૂપ એડિટર મહેશભાઈ લિલોરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ અને અન્ય સંખ્યાબંધ કોમ્યુનિટી પહેલોને પ્રોત્સાહન આપવામાં તેમનો અવિરત સપોર્ટ બહુમૂલ્ય બની રહ્યો છે.

એક ચેરિટી સંસ્થા તરીકે અમારી ભાવિ પ્રવૃત્તિઓ અને ઈવેન્ટ્સ અંગે આપણા સભ્યોને સતત માહિગાર રાખવાનું અમારા માટે મહત્ત્વનું છે. જો બીબીએસ યુકે તરફથી હાલ આપને આ માહિતી ન મળતી હોય તો મહેરબાની કરી અમને આપના ઈમેઈલ એડ્રેસ સહિતની સંપર્કની વિગતો મિસિસ નિરૂપા એન પટેલને તેમના ઈમેઈલ [email protected] અથવા મોબાઈલ નંબર 07804 492 576 પર મોકલી આપશો. અમારી ભાવિ જાહેરાતો આપને મોકલતા અમને આનંદ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter