GCSEમાં ગુજરાતી ભાષાના વિષય માટે તા. ૩૦ના રોજ હેરોમાં મીટીંગનું આયોજન

Tuesday 20th October 2015 14:43 EDT
 

કોન્સોર્ટીયમ અોફ ગુજરાતી સ્કૂલ (સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડ) દ્વારા GCSEમાં ગુજરાતી ભાષાના વિષયની પરીક્ષાઅો જળવાઇ રહે તે માટે ચર્ચા વિચારણા અને ભાવિ આયોજનો કરવા માટે તા. ૩૦-૧૦-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેનમોર એવન્યુ, હેરો, મીડેક્ષ, HA3 8LUખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

લંડન તેમજ બ્રિટનમાં આવેલી તમામ ગુજરાતી શાળાઅોના શિક્ષકો, રસ ધરાવતા વાલીઅો અને સમુદાયના અગ્રણીઅોને આ વિષે પોતાના મત, સૂચન અને સલાહ આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આગ્રહભર્યું નિવેદન છે. આ બેઠકમાં GCSEની પરીક્ષાઅોમાં ગુજરાતી વિષયને રદ ન કરવામાં આવે તે અંગે અત્યાર સુધી ચલાવાયેલી લડત અંગેની માહિતી આપી, આગામી આયોજનો, CGSના નિયમો અને અન્ય બાબતો અંગે ચર્ચા વિચારણા કરાશે અને વર્ષ ૨૦૧૫-૧૭ માટે કમિટીની ચૂંટણી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે સંપર્ક: મધુબેન કલારિયા – [email protected] અથવા જયંતિભાઇ તન્ના [email protected] – ફોન નં. 020 8421 5536 અને 07711 372853 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter