GHS પ્રેસ્ટન દ્વારા દિવાળી અને હિન્દુ નૂતન વર્ષની ઉત્સાહપૂર્ણ ઉજવણી(

Wednesday 18th November 2026 06:52 EST
 
 

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા દિવાળી અને હિન્દુ નૂતન વર્ષની ઉત્સાહ અને ધામધૂમ સાથે ઉજવણી કરાઈ હતી. આ બે દિવસ દરમિયાન 1000થી વધુ ભાવિકો અને કોમ્યુનિટીના સભ્યોએ મંદિરની મુલાકાત લીધી હતી. દિવાળીની આરતી પછી યોજાએલા આતશબાજી કાર્યક્રમમાં 500થી વધુ ભાવિકો હાજર રહ્યા હતા. સોમવારે નૂતન વર્ષની ઉજવણીમાં સંસ્થાના સેક્રેટરી આશિતભાઈએ સહુને આવકાર્યા હતા. પ્રેસિડેન્ટ દશરથભાઈએ પણ સહુને નૂતન વર્ષાભિનંદન પાઠવી સહુના આરોગ્ય, સંપત્તિ અને સમૃદ્ધિ અર્થે શુભકામના વ્યક્ત કરી હતી. પરંપરાગત અન્નકૂટની ગોઠવણી અને તેના પછી આરતી યોજાઈ હતી. સાંજે ભક્તોને અન્નકૂટના પ્રસાદનું વિતરણ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter