લંડનઃ નવરાત્રિના સફળ ઉત્સવ પછી ગુરુવાર 2 ઓક્ટોબર, વિજયાદશમીએ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિર ખાતે જવેરા વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો. પૂજનવિધિ દશરથભાઈ અને કલાબહેન નાયીના હસ્તે થઈ હતી તેમજ સર્વના કલ્યાણની પ્રાર્થના પણ કરાઈ હતી. બે મહિનાની વ્યસ્તતા પછી સોસાયટી દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ ઉજવવા તૈયાર છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં દરરોજ બપોરે ગરબા અને સાંજના મુખ્ય હોલમાં લાઈવ મ્યુઝિક સાથે રાસગરબા યોજાતા હતા. દરરોજ રાત્રે આશરે 300થી વધુ લોકોની હાજરી રહેતી હતી. અષ્ટમીની રાત્રે 600થી વધુ શ્રદ્ધાળુ એકત્ર થયા હતા અને 80 ભક્તોએ આરતીનો લાભ લીધો હતો.