લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ સુભાષ ઠકરાર OBE અને HEF લંડનના પ્રેસિડેન્ટ રાજેશ રંજન સિંહના પ્રેરણાદાયી સંબોધનોએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું. યુકેમાં 700થી વધુ અને વિશ્વભરમાં 10,000થી વધુ સભ્યો સાથે HEF નેટવર્ક નવી હરણફાળ ભરવા સજ્જ થયું છે. HEFપ્લેટફોર્મ માત્ર નેટવર્કિંગ જૂથ નથી. તે થિન્ક ટેન્ક છે જે અરસપરસ સાંકળે છે, શિક્ષિત કરે છે, ફંડ આપે છે અને સશક્ત બનાવે છે. તે સાચા સંસાધનો, સાચી મેન્ટરશિપ અને સાચા રોકાણો ઓફર કરે છે.
ડ્રેગન્સ ડેન અને શાર્ક ટેન્કની સફળતાથી પ્રેરાઈ હિન્દુ ઈકોનોમિક ફોરમ લોન્ચપેડ વિઝનરી એન્ટ્રેપ્રીન્યોર્સ, સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર્સ અને સફળ બિઝનેસીસને સાથે લાવનારો ઈવેન્ટ છે. રાજેશ રંજન સિંહના ઈનિશિયેટિવ લોન્ચપેડને યુકેમાં આર્થિક સશક્તિકરણના ગતિશીલ સાધન તરીકે રાષ્ટ્રીય નેતાગીરીએ બહાલી આપી હતી. આ નવતર વિચારને જીવંત બનાવતા પ્રોજેક્ટની કામગીરીનું વડપણ કે. શંકરે કર્યું હતું. એશ વર્મા કન્સલ્ટન્સીના એશ વર્મા, બિઝનેસ કોચ અને હિલિંગ્ડન ચેમ્બર ઓપ કોમર્સના સીઈઓ એન્ડી શર્મા જેવા નિષ્ણાતો તેની સાથે જોડાયા હતા. રણજિત શંકરાનારાયણને CPD-સર્ટિફાઈડ ટ્રેનિંગ કોર્સનું સંકલન કર્યું હતું.
સુભાષ ઠકરાર OBEએ લોન્ચપેડના દરેક પાસામાં મૂકાયેલા પૂરતાં પરિશ્રમ, ગવર્નન્સ અને વાજબીપણા પર પ્રકાશ પાથરી જણાવ્યું હતું કે, ‘આ માત્ર કોઈ ઈવેન્ટ ન હતો, તે તાલીમ, મેન્ટરિંગ, ભંડોળના પુરાવા, અને સ્પષ્ટ ઉત્તરદાયિત્વ સાથેની વ્યવસ્થિત પ્રક્રિયા હતી. આ દર્શાવે છે કે જ્યારે આપણો સમુદાય ગંભીરતાથી કામે લાગે છે ત્યારે આપણને પરિણામો મળે જ છે.’
5માંથી 4 રજૂઆતને ભંડોળની ઓફર
સ્ટેજ પર પાંચ બિઝનેસ રજૂઆતો કરવામાં આવી હતી અને ઓફર્સ અને પ્રશ્નો સાથે તૈયાર પાંચ ઈન્વેસ્ટર્સ થકી Launchpad 2025 દ્વારા હિન્દુ વડપણના સાહસોને ફંડિંગ, મેન્ટરિંગ અને વૃદ્ધિનું વચન પરિપૂર્ણ કરાયું હતું. 5માંથી 4 સાહસ રજૂઆતને HEF Launchpad ઈન્વેસ્ટર્સ દ્વારા નીચે મુજબ તત્કાળ ભંડોળની ઓફર કરાઈ હતીઃ
• રાજેશ રંજન સિંહ- પ્રેસિડેન્ટ, HEF લંડન ચેપ્ટર અને ડ્રીમ્સ અનલિમિટેડના સ્થાપક
• વિગ્નેશ વિજયકુમાર (વિક્કી) - CEO, Wealth-i Group, દુબઈ
• વી ભારખડા - MD, NaVigate બિઝનેસ રીકવરી
• ડો. રામ રાઘવન -CEO, Riddlebox
• નીતિન ટેકચંદાની - CEO, રોબોથિન્ક યુકે
એક નોંધપાત્ર આગેકદમમાં વિગ્નેશે ડીઆરોસા, યુકે સાથે કોલબરેશન ફંડ એગ્રીમેન્ટ કર્યો હતો. ઈવેન્ટના પ્રોફેશનાલિઝમ અને હિન્દુ ઉદ્યોગસાહસિક સમુદાયને સશક્ત બનાવવાના મિશનથી પ્રભાવિત થઈ તેમણેHEF યુકેના ભાવિ ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ આપવાની ખાતરી ઉચ્ચારી હતી.
HEF યુકેએ આગામી લોન્ચપેડ ઈવેન્ટ 29 જાન્યુઆરી 2026ના રોજ યોજવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, 17 જુલાઈ 2025ની ત્રિમાસિક બેઠકમાં HEF ક્રોયડન ચેપ્ટરના લોન્ચિંગની સત્તાવાર જાહેરાત કરાશે