Help2Let: હેરો કાઉન્સિલની મકાનમાલિકોને લાભદાયી ઓફર

મકાનમાલિકો £15,000 સુધીની ગ્રાન્ટની સુવિધા પણ મેળવી શકે છે

Tuesday 16th May 2023 15:40 EDT
 
 

લંડનઃ હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની વિશેષ લાભદાયી તક આપી રહી છે. સેંકડો મકાનમાલિકો આ એજન્સી સાથે કાર્ય કરી જ રહ્યા છે. તમે કોઈ પણ લેટિંગ એજન્સી પાસે અપેક્ષા રાખી શકો તેવી સેવા Help2Let એજન્સી આપે જ છે તેની સાથોસાથ કોઈ ફી ચાર્જ નહિ કરવા સહિત અનેક સવલતો પણ ઓફર કરે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં તાજેતરમાં લોન્ચ કરાયેલી નવી કેમ્પેઈન વિશે વાત કરતાં કાઉન્સિલ કેબિનેટના હાઉસિંગ ક્ષેત્રની વિશેષ જવાબદારી સંભાળતાં કાઉન્સિલર મીનાબહેન પરમારે સમજાવ્યું હતું કે, ‘Help2Let કાઉન્સિલ દ્વારા સંચાલિત એજન્સી હોવાથી અમે જેમની સાથે કામ કરીએ છીએ તે મકાનમાલિકો પાસેથી નફો કમાવા પર ધ્યાન આપતાં નથી. અમારી પાસે જે લોકો મદદ માટે આવે છે તેમને રહેવાની સુવિધા આપી શકીએ તે જ ઈચ્છીએ છીએ. રહેઠાણની માગને પહોંચી વળવા જેટલાં કાઉન્સિલ મકાનો અમારી પાસે ન હોવાથી અમે ખાનગી લેન્ડલોર્ડ્સ સાથે કામ કરીએ છીએ.’
કાઉન્સિલર પરમાર આ ઓફર શું છે તે વધુ અને વધુ મકાનમાલિકો જાણતા થાય તેવી આશા વ્યક્ત કરતાં કહે છે કે, ‘અત્યારે મકાનમાલિકો સમક્ષ – વધી રહેલા ખર્ચા, અને ઘટતી આવકો, વધુ અને વધુ નિયંત્રણો અને મકાન ખાલી કરાવવા બાબતે કાયદામાં આવી રહેલા ફેરફારો સહિત ઘણા પડકારો હોવાનું અમે જાણીએ છીએ. અમે તેમને મદદ કરી શકીએ તેમ છીએ. અમે સલામતી ઓફર કરીએ છીએ. આમાં, મકાન-માલિકોને અગાઉથી ત્રણ મહિના ભાડું આપવાનો સમાવેશ થાય છે. ખરેખર તો અમે ભાડાંની ચૂકવણી અંડરરાઈટ કરીએ છીએ – જવાબદારી લઈએ છીએ, જેનો અર્થ આવકની ગેરંટી થાય છે.’ તેમણે કહ્યું કે, ‘પ્રોપર્ટી ભાડે આપવાના બજારમાં હાલ ભારે અનિશ્ચિતતા છે ત્યારે આ બધી બાબતો ખરેખર આકર્ષક પેકેજ ગણાવી શકાય તેમાં શંકા નથી.’
મકાનમાલિકોને પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ
કાઉન્સિલર મીનાબહેન પરમારે જણાવ્યું હતું કે, ‘Help2Let સાથે કામ કરતા મકાનમાલિકોને નિયમિત ઈન્સ્પેક્શન્સ સહિત સંપૂર્ણ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસ પૂરી પડાય છે. અમારી ટેનન્ટ ફાઈન્ડિંગ સ્કીમ- ભાડૂત શોધ યોજનામાં મકાનમાલિકોને સંભવિત ભાડૂતો બાબતે આખરી એપ્રુવલ મળે છે અને તેમની વધારાની માનસિક શાંતિ માટે અમે ભાડૂતો અથવા તેમના મુલાકાતીઓ દ્વારા કોઈ નુકસાન થાય, પ્રોપર્ટીને વપરાશના સામાન્ય ઘસારા સિવાય, તેને પણ આવરી લઈએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, ‘પ્રોપર્ટી બજારને લાયક કરવા જરૂરી હોય તેવા મકાનમાલિકોને પણ અમે મદદ કરીએ છીએ જેમાં, બોઈલરના રિપ્લેસમેન્ટ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તમારી પ્રોપર્ટીને સ્ટાન્ડર્ડ બનાવવા માટે Help2Let સાથે કામ કરો અને તમે 15,000 પાઉન્ડ સુધીની ગ્રાન્ટની સુવિધા પણ મેળવી શકશો.’
વધુ માહિતી મેળવવા Help2Letના પ્રોપર્ટી નિષ્ણાતો સાથે વાત કરો- 020 8424 1605 પર ફોન કરો અથવા જૂઓ help2let.co.uk


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter