ISSW દ્વારા BAPIO વેલ્સને ડોમેળન માટે ચેક અર્પણ

Tuesday 30th November 2021 15:38 EST
 
 

ઈન્ડિયન સોસાયટી ઓફ સાઉથ વેસ્ટ વેલ્સ (ISSW) યુકે દ્વારા ૬ નવેમ્બરને શનિવારે ગાલા ડીનર દિવાળીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ISSWના સભ્યો/ટ્રસ્ટીઓએ BAPIO વેલ્સ (બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન) માટે સંસ્થાના સેક્રેટરી પ્રો. હેસ શાહ BEMને ભારતમાં કોવિડ – ૧૯ના અસરગ્રસ્તોને મદદ માટે ૭,૮૫૧ પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. અસરગ્રસ્તોને મદદમાં ખોરાક, ઓક્સિજન પૂરો પાડતા સાધનો, દવાઓ અને મેડિકલ એક્સપર્ટાઈઝ (ટેલીમેડિસિન, સીટી સ્કેનનો રિપોર્ટ કઢાવવો વગેરે) નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter