લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા ચોથી સપ્ટેમ્બરે ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. જાણીતાં ગાયિકા માયા દીપક અને સાથી કલાકારોના સૂરિલા સંગાથમાં યોજાયેલી આ ઉજવણીમાં 850થી વધુ સભ્યો સામેલ થયા હતા. ઉલ્લેખનીય છે કે કેતનભાઇ અને દિત્તીબહેન કોટેચા પરિવાર દ્વારા સતત 32મી વખત આ પ્રસંગ સ્પોન્સર કરાયો હતો. (વિગતવાર અહેવાલ આગામી સપ્તાહે)


