LCNL દ્વારા નવરાત્રિ પર્વની ધર્મોલ્લાસ સાથે રંગારંગ ઉજવણી

Wednesday 25th October 2023 04:08 EDT
 
 

લંડનઃ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 15થી 23 ઓક્ટોબર દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર (બ્રેમ્બર રોડ, સાઉથ હેરો) ખાતે નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. LCNLદ્વારા ભારતીય ઉત્સવની ઉજવણીનું આ સૌથી મોટું અને શાનદાર આયોજન હોય છે. નવરાત્રિ ઉપરાંત શરદપૂર્ણિમા પર્વે પણ 28 ઓક્ટોબર - શનિવારે રાસગરબાનું આયોજન થયું છે.
રાસગરબાનું કાર્યક્રમ ઝૂમ અને ફેસબુક પર લાઇવ ટેલિકાસ્ટ થયું હતું, જેમાં માત્ર લંડનના જ નહીં, વિશ્વભરમાંથી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરેબેઠાં આદ્ય શક્તિની આરાધનાનો લ્હાવો લીધો હતો.
સમગ્ર આયોજનને રંગેચંગે પાર પાડવા માટે LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણી, સેક્રેટરી અમિત ચંદારાણા, નવરાત્રિ કન્વીનર રોનક પાવ, ધીરુ સવાણી, જીત રુઘાણી અને અમિત કારિયા ઉપરાંત સોશ્યલ સેક્રેટરી મધુ પોપટ, પરાગ ઠક્કરે ઉઠાવેલી આકરી મહેનત રંગ લાવી હતી. કાર્યક્રમને લોકોએ મન ભરીને માણ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક એમપી, કાઉન્સિલર્સ ઉપરાંત સામાજિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ કહ્યું હતું, ‘LCNLના પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ કહ્યું હતું, ‘અમારી નવરાત્રિની નવ રાતનું આગવું મહત્ત્વ છે કેમ કે તે અનિષ્ટ પર વિજય મેળવતાં દેવીની યાત્રાના નવ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. દેવીનું દરેક સ્વરૂપ તેમની દિવ્ય શક્તિના અલગ અલગ પાસાં દર્શાવે છે. અને આ નવ દિવસો દરમિયાન તેમની આરાધના-ઉપાસના કરીને ભક્તજનો તેમના આશીર્વાદ અને આધિ-વ્યાધિ સામે રક્ષણ પ્રાપ્ત કરે છે. નવરાત્રિની નવ રાત આધ્યાત્મિક આત્મનિરીક્ષણનો પણ અવસર છે. નવરાત્રિ એ ઉજવણીનું અને સમુદાયનું પર્વ છે કેમ કે લોકો સાથે મળીને માતાજીનું પૂજનઅર્ચન કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘તહેવારોની ઉજવણી પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં વસતાં તમામ લોકો - તમામ ધર્મો સુધી હિન્દુ ધર્મના સદ્ગુણો પહોંચાડવાનો છે. એક ધર્મ અને સમુદાય તરીકે આપણો વિકાસ આપણા યુવાનો અને તેમના જિજ્ઞાસુ દિમાગ સાથે જોડાયેલો છે, જે તેમને સંતાનોના ઉછેર અને હિંદુ ધર્મના શાંતિપૂર્ણ માર્ગોને શીખવવામાં સક્ષમ બનાવે છે. અમારા વિઝનના પાયામાં છે - એકતા, પ્રામાણિકતા અને અખંડિતતા.’. (ફોટોકર્ટસીઃ રાજ બકરાણિયા, PR MEDIA PIX)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter