લંડનઃ ગુજરાતી કોમ્યુનિટીના સૌથી મોટા ઓર્ગેનાઈઝેશન્સમાં એકલોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL)ના નવા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી રોનક પાવે વર્ષ 2025–2027ના કાર્યકાળ માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની રચના જાહેર કરી છે.
આ કમિટીમાં પ્રેસિડેન્ટ રોનક પાવ ઉપરાંત ધીરુભાઈ સવાણી (વાઈસ પ્રેસિડેન્ટ), જીત રુઘાણી (સેક્રેટરી), રિશિ રાજા (આસિ.સેક્રેટરી), વિશાલ સોઢા (ટ્રેઝરર) અને પરાગ ઠાકર (આસિ.ટ્રેઝરર), પૂર્વ પ્રમુખ મીનાબહેન જસાણી અને પૂર્વ સેક્રેટરી અમિત ચંદારાણા સહિતનો સમાવેશ કરાયો છે. આ કમિટીના મોટા ભાગના સભ્યો 26 એપ્રિલની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને બાકીના ખાલી સ્થાનો પર સભ્યો સાથે તેની રચના પરિપૂર્ણ કરાઈ છે. આ કમિટીને કાર્યકાળ બે વર્ષનો છે તે દરમિયાન, LCNLના 50 વર્ષ પૂર્ણ થયાની ઊજવણી 2026ના ઉનાળામાં યોજાનાર છે.