NCGO UK દ્વારા ભારતીયો માટે ભજનો દ્વારા પ્રાર્થના

Wednesday 19th May 2021 06:09 EDT
 

૮ મેએ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સના ભારતીયો માટે ઓનલાઈન ભજનો દ્વારા પ્રાર્થનાના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો જોડાયા હતા. બ્રાહ્મણ સમાજ ઓફ નોર્થ લંડન અને ગૂંજન ગ્રૂપના જુદા જુદા ગાયકો ભજનો ગાવામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન NCGO UK એક્ઝિક્યુટિવ કમિટીના વંદના જોશી અને ગાર્ગી પટેલે સંભાળ્યું હતું.
NCGO UK એ યુકેમાં આવેલી ગુજરાતી સંસ્થાઓની છાત્ર સંસ્થા છે. NCGOના પેટ્રન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલે જણાવ્યું કે આપણી સંવેદના અને પ્રાર્થના ભારતના લોકો પ્રત્યે છે. આ ઘાતક વાઈરસની લોકોના જીવન પર અસર થવાથી ભારતની સ્થિતિ કરુણ છે. આપણે એક કોમ્યુનિટી તરીકે સાથે મળીને કામ કરવું જોઈએ કારણ કે બધાં બધી જગ્યાએ સલામત હશે તો જ આપણે અહીં સલામત હોઈશું.
આ કાર્યક્રમનું રેકોર્ડિંગ NCGO UKની વેબસાઈટ  http://ncgouk.org
 અથવા તેના ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.
સંપર્ક. સંજય ઓડેદરા - સેક્રેટરી જનરલ 07956332916


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter