લંડનઃ NCGOUKની AGM (વાર્ષિક સામાન્ય સભા) અને SGM રવિવાર, 20 જુલાઈ 2025ના રોજ હેરોસ્થિત સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઈ હતી. કાર્યક્રમના પ્રથમ હિસ્સામાં સંગત એડવાઈસ સેન્ટરના કાન્તિભાઈ નાગડાએ SGMમાં તમામ સભ્ય સંસ્થાઓના બંધારણમાં ફેરફારો રજૂ કરી તેના વિશે સમજ આપી હતી. આ રજૂઆત પછી તમામ સભ્યોએ ફેરફારોની તરફેણમાં મતદાન કર્યું હતું અને તેમને તત્કાળ અસરથી બહાલી આપી હતી.
લંચ પછી એન્યુઅલ જનરલ મીટિંગ યોજાઈ હતી અને નોમિનેશન્સ મૂકાયા હતા. આ સાથે કમિટીના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામ સામેલ કર્યા છે.
NCGOUKની નવી ચૂંટાયેલી કમિટીઃ
વિમલજી ઓડેદરા (પ્રેસિડેન્ટ), જિતેન્દ્રભાઈ પટેલ (વાઈસ પ્રેસિડેન્ટ), સંજયભાઈ ઓડેદરા (સેક્રેટરી જનરલ), દીપકભાઈ કેશવાલા (જોઈન્ટ સેક્રેટરી), દીપકભાઈ પટેલ (ટ્રેઝરર), સુમંતરાય દેસાઈ (આસિ. ટ્રેઝરર), ડો. અમૃતભાઈ શાહ (PRO)
*EC કમિટી*
• ગાર્ગીબહેન પટેલ • જયરાજભાઈ ભાદરણવાલા •વંદનાબહેન જોશી • ચંદ્રકાન્તભાઈ મહેતા • રમેશભાઈ ઓડેદરા • ધીરુભાઈ ગઢવી • કલાવતીબહેન પટેલ • જયંતભાઈ પટેલ• ભદ્રેશભાઈ પટેલ • નવીનભાઈ નંદા • શૈલેશભાઈ ઓડેદરા