સંસ્થા સમાચાર

Tuesday 28th April 2015 12:22 EDT
 

*પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૩-૫-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* પુષ્ટિનિધિ યુકે દ્વારા શ્રીજીધામ હવેલી, ૫૦૪ મેલ્ટન રોડ, લેસ્ટર LE4 7SPખાતે પૂ. શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્થિતીમાં માધુર્ય મહોત્સવનું આયોજન તા. ૧૩થી ૧૮મી મે ૨૦૧૫ દરમિયાન કરવામાં આવ્યું છે. તા. ૧૩ના રોજ સવારે ૧૧-૩૦થી બપોરે ૧૨-૩૦ પલના, તા. ૧૪ સાંજે ૬-૩૦થી ૭-૪૫ ફૂલ મંડળી તેમજ તા. ૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૭-૩૫ વિતાનનો લાભ મળશે. તા. ૧૭ છપ્પનભોગ મનોરથનો લાભ બપોરે ૪ કલાકે મળશે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. ૧૯.

* ગુર્જર હિન્દુ યુનીયન લી., સનાતન મંદિર, ઇફીલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૧૬મી મે, ૨૦૧૫ના રોજ સવારે ૧૦થી સાંજના ૭ દરમિયાન શ્રી મહાવીર ભગવાન ચલિત પ્રતિષ્ઠા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. રાજસોભાગ સત્સંગ મંડળ યુકેના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગરબા, આરતી, સ્નાત્ર પૂજા, સ્થાપના વિધીનો લાભ મળશે. નલિનભાઇ કોઠારીના સાન્નિધ્યમાં ભક્તિ અને સ્વાધ્યાયનો લાભ મળશે. સંપર્ક: ચંદુલાલ નાયી 07440 744 098.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩-૫-૧૫ના રોજ બપોરે ૩ કલાકે જય સીતારામ સેવા મંડળ દ્વારા ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: જશવંતભાઇ 07882 253 540.

* શ્રીમતી શોભનાબેન હિમાંશુભાઇ ત્રિવેદી અને પરિવાર દ્વારા પૂ. અશ્વીનભાઇ પાઠકના કંઠે શ્રી ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિત માનસ સુંદરકાંડના પાઠનું અયોજન તા. ૮-૫-૧૫ શુક્રવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે ૬ વેન્ટનર એવન્યુ, સ્ટેનમોર, HA7 2HU ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: શોભનાબેન 020 8907 3737.

* સૌરાષ્ટ્રના મોવીયા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિરના સંતોષી માતાજીની પૂજા તથા દર્શનનો લાભ રગ્બી ખાતે તા. ૧થી ૪ મે, કોવેન્ટ્રી ખાતે તા. ૫થી ૯ મે અને લેસ્ટર ખાતે તા. ૧૦થી ૧૭ મે દરમિયાન મળશે. સંપર્ક: 07466 652 846.

* લંડન એલ્ડર્સ ગૃપ (જુનુ બ્રેન્ટ એલ્ડર્સ ગૃપ) દ્વારા તા. ૬-૫-૧૫ બુધવારે બપોરે ૨થી ૫ દરમિયાન ભજન ભોજન અને એન્યુઅલ જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વલ્લભભાઇ પટેલ 07574 926 836.

* નવનાત વણિક ભગીની સમાજની એજીએમનું આયોજન તા. ૯-૫-૧૪ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AR ખાતે કરવામાં આવ્યું છે.

* ગુજરાતી આર્ટ્સ અને ડ્રામા દ્વારા 'સુરીલી સુનહરી યાદે' ગીત સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૧૦-૫-૧૫ના રોજ મેસફીલ્ડ સ્યુ ટ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નરેન શાહ 020 8428 4832.

* સનસેટ પ્રોડક્શન અને ઇન્ડો યુકે દ્વારા પ્રસ્તુત નાટક 'પત્ની પરણાવો સાવધાન'ના શોનું આયોજન તા. ૨-૫-૧૫ના રોજ ભારતીય વિદ્યાભવન, ૪૪ કાસલટન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9EE ખાતે કરવામાં આવ્યું છે. ૫-૩૦થી ડીનર અને સાંજે ૭ કલાકે શો શરૂ થશે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124.

* મનોરંજનથી મનોમંથન સુધીના મહાનાટક 'પપ્પા આવાજ હોય છે'ના શોનું આયોજન તા. ૧૫-૫-૧૫ શુક્રવારે રાત્રે ૮ કલાકે (સંપર્ક: પીઆર પટેલ 020 8922 5466) અને શનિવાર તા. ૧૬-૫-૧૫ રાત્રે ૮ કલાકે (સંપર્ક: દિનેશ: 020 8424 8686) વિન્સ્ટન ચર્ચીલ, હોલ, પીન વે, રાયસ્લીપ HA4 7QL ખાતે કરવામાં આવ્યું છે. તા. ૧૭-૫-૧૫ના રોજ બપોરે ૨ કલાકે (સંપર્ક: મંજુ 07931 534 270) અને તેજ દિવસે રાત્રે ૭-૩૦ કલાકે (સંપર્ક: દીપા 07947 561 947) વોટર્સમીટ, હાઇસ્ટ્રીટ, રિકમન્સવર્થ WD3 1EH ખાતે શો થશે. સંપર્ક: પંકજ સોઢા 07985 222 186.

સાભાર સ્વીકાર

* સરસ્વતી ભજન મંડળ, લેસ્ટર યુકે પ્રસ્તુત અોડીયો સીડી શ્રીજી વંદના મળી છે. જેમાં સંગીત શ્રી પંકજ ભટ્ટે રજૂ કર્યું છે. જ્યારે સ્વર શ્રી કાંતિભાઇ સોમાણી, શ્રીમતી કુસુમબેન સોમાણી, શ્રી નિતેશભાઇ સોમાણી તેમજ શ્રીમતી પ્રીતિબેન સોમાણીએ આપ્યો છે. સ્વર સહાયક શ્રીમતી માલા ભટ્ટ અને કાજલ ગજ્જર તેમજ રીધમ એરેન્જર નિલેશ પાઠક છે. સંપર્ક: 0116 271 0212.

* કવિ જનાબ બાબર બંબુસરી લિખીત અને પ્રકાશિત પુસ્તક વતન પ્રેમ મુક્તક અને ગઝલ સંગ્રહ અવલોકનાર્થે સાંપડ્યું છે.

* 000000000

રાજપુત સમાજ યુકેના હોદ્દેદારો

રાજપુત સમાજ યુકેની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૬-૪-૧૫ના રોજ URC નોર્થ લંડન ખાતે યોજાઇ હતી. જેમાં નીચે મુજબ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

પ્રમુખ: મહેન્દ્રસિંહ સી. જાડેજા, 07956 337 898 (દાદા), ઉપપ્રમુખ: ધિરેન્દ્રસિંહ એમ. દરબાર, મંત્રી: જયવંતસિંહ એસ. ઝાલા, મદદનીશ મંત્રી: ભાવનાબા એસ. જાડેજા, ખજાનચી: જનકસિંહ ઝાલા, મદદનીશ ખજાનચી: જયદીપસિંહ એમ. રાણા.

કારોબારી કમીટીના સદસ્યો: વિશાલસિંહ એચ. વાઘેલા, શિવરાજસિંહ ડી. ચુડાસમા, હરેન્દ્રસિંહ જોધા, યુવરાજસિંહ ચૌહાણ, નિશાબા બી. જાડેજા. સંપર્ક: મહેન્દ્રસિંહ સી. જાડેજા 07956 337 898.

નવનાત વણિક એસોસિએશન યુકેના હોદ્દેદારો

નવનાત વણિક એસોસિએશન યુકેની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૬-૪-૧૫ના રોજ યોજાઇ હતી જેમાં ૨૦૧૫-૧૬ના હોદ્દેદારોની વરણી કરાઇ હતી. જેમના નામ આ મુજબ છે.

પ્રમુખ: ધીરૂભાઇ ગલાણી, ઉપપ્રમુખ: નીતિનભાઇ પારેખ, મંત્રી: અમિત લાઠીયા, સહમંત્રી: દીપક શાહ, ખજાનચી: જશવંત દોશી, સહ ખજાનચી: કેતન અદાણી, હોલ સેક્રેટરી: હસ્મિતા દોશી, મેમ્બરશીપ સેક્રેટરી: કિરીટ બાટવીયા.

કારોબારી કમીટીના સદસ્યો: ભરત એચ. મહેતા, ડેવિડ હોલ્ડન, દિલીપ મિઠાણી, હર્ષદ મહેતા, કિશોર મહેતા, સંગીતા બાવીશા, સુભાષ બખાઇ.

બોર્ડ અોફ ટ્રસ્ટીઝ: ભુપેન્દ્ર શાહ, જય ભૂવા, લાલુભાઇ (ધિરજલાલ) પારેખ, મયુર સંઘવી, અને ઉષા મહેતા.

ગ્રીવીન્સ કમીટી: જયેશ દોશી, જયેશ કોઠારી, જયસુખ બી. મહેતા, નવિન સંઘરાજકા અને નિરુબેન મહેતા.

માનદ તંત્રી: રેશ્મા પી. મહેતા, માનદ સોલીસીટર: મમતા પારેખ, માનદ વેબ માસ્ટર: નેમિશ કે. મહેતા.

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસીએશનના હોદ્દેદારો

રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસીએશનના વર્ષ ૨૦૧૫-૧૭ના હોદ્દેદારો આ મુજબ છે.

ચેરમેન: રતીલાલ વ્યાસ, વાઇસ ચેરમેન: શરદ વ્યાસ, સેક્રેટરી: સૂર્યકાન્ત એમ. પટેલ, જોઇન્ટ સેક્રેટરી: નરેન્દ્રભાઇ યાજ્ઞીક, ટ્રેઝરર: પુરૂષોત્તમભાઇ પટેલ, આસી. ટ્રેઝરર: માયા રાયરેલ્લા, સોશ્યલ સેક્રેટરી: પુષ્પાબેન જાની.

કમીટી મેમ્બર: મંજુલાબેન વ્યાસ, હસમુખભાઇ યાજ્ઞીક, અજીતચંદ્ર પટેલ, ગીરધરભાઇ જોબનપરા.

૦૦૦૦૦૦

અવસાન નોંધ

* નોટીંગહામ ખાતે રહેતા અને નોટિંગહામ એશિયન આર્ટ્સ કાઉન્સિલના કમીટી મેમ્બર, બ્રહ્મસમાજ નોટિંગહામ તેમજ બ્રહ્મસમાજ નોર્થ લંડનના ટ્રસ્ટી અને કમીટી મેમ્બર ભરતભાઇ નારાયણભાઇ રાવલનું ગત તા. ૨૨-૪-૧૫ બુધવારના રોજ દુ:ખદ નિધન થયું છે. તા. ૨૫-૪-૧૫ના રોજ તેમની અંતિમક્રિયા સંપન્ન થઇ હતી. રોજ રાત્રે ૮થી ૯ દરમિયાન તેમના નિવાસસ્થાને પ્રાર્થનાનું આયોજન કરાયું છે. સંપર્ક: હીનાબેન રાવલ 01159 282 451.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter