ચેરિટીઝ સમાજમાં વિવિધ રીતે કમનસીબોની મદદ કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરોપકારી ભૂમિકા હોવાથી ઘણી મોટી અને પ્રતિષ્ઠિત ચેરિટીઝ દુરુપયોગ કૌભાંડો, ભંડોળના ગેરવહીવટ અને ઢાંકપીછોડાનો સામનો કરી રહી છે તે ચેતવણીરૂપ છે.
અમારી ચેરિટી ‘વન કાઈન્ડ એક્ટ’ આ નિયમનો અપવાદ છે. અમે પ્રામાણિકતા અને વિશેષતઃ ઉત્તરદાયિત્વ અને પારદર્શિતાના સર્વોચ્ચ માપદંડો જાળવીએ છીએ તે ભારે રાહતરૂપ બની રહેશે તેવી અમે આશા રાખીએ છીએ.
અમે એવા ઉદ્દેશો તરફ ધ્યાન આપીએ છીએ જે તળિયાના સ્તરે ટકાઉ અસર સર્જનારા, જીવનમાં પરિવર્તન લાવનારા અને ઉમદા કાર્યો કરતા હોય, આ પછી અમે સક્રિય ભંડોળ એકત્રીકરણ થકી આવા ઉદ્દેશોને ગ્રાન્ટ્સ ફાળવીએ છીએ. વોલન્ટીઅર્સના અસરકારક સંચાલન સાથે અમે કોઈ પણ ડોનેશનની સંપૂર્ણ રકમ જરૂરતમંદોને પહોંચે તેની ચોકસાઈનું ધ્યેય રાખીએ છીએ. ચેરિટેબલ ફંડ્સમાંથી વહીવટી ખર્ચા બાદ કરાતા નથી. સંપૂર્ણ કર્તવ્યપરાયણતા, નિયમિત સ્થળ ચકાસણી અને ફોલો-ઓન ગ્રાન્ટ્સની પોલિસીના પરિણામે સમગ્ર વિશ્વમાં હજારો જીવનમાં શાંતિપૂર્વક સુધારા થયા છે. અમારી પ્રામાણિકતા અને નીતિમત્તાએ અમારા દાતાઓ અને સમર્થકોમાં સખાવત કરવામાં ભરોસો અને આત્મવિશ્વાસની વૃદ્ધિ કરવામાં મદદ કરી છે.
આથી, એશિયન એચિવર્સ દ્વારા એશિયન એચિવર્સ એવોર્ડ્સ 2023 માટે તેમના ચેરિટી પાર્ટનર તરીકે અમારી પસંદગી કરાઈ છે. એકત્ર કરાયેલા નાણા અમારા બ્રાઈટ સ્ટાર્ટ પ્રોગ્રામ માટે જશે જેમાં, ઉલ્લેખિત તત્વોનો સમાવેશ થાય છેઃ
• કેટલાક તેજસ્વી પરંતુ, અત્યંત ગરીબ બાળકોને 2 વર્ષની સ્કોલરશિપ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની મદદ કરવામાં આવી છે. ભારતમાં માત્ર 50 ટકા બાળકો શાળાએ જાય છે અને ઘણાં તો ગરીબી, નબળું શિક્ષણ, જર્જરિત સરકારી શાળાઓ, શોષણના લીધે અધવચ્ચેથી અભ્યાસ છોડી દે છે અને આ દુઃખદ યાદી તો અનંત છે. આના પરિણામે, ગરીબીના આ વિષચક્રમાંથી બહાર નીકળવું અશક્ય બની જાય છે.
• અત્યાધુનિક ડિજિટલ સ્ટાન્ડર્ડ્સ અનુસાર ક્લાસરૂમ્સના પુનર્નિર્માણ અથવા પુનઃ સમજાવટ, ફર્નિચર અને લર્નિંગ રિસોર્સીસ પૂરાં પડાયાં છે.
• સ્વચ્છ સેનિટેશન, ટોઈલેટ્સ, વોશિંગ સુવિધાઓનું નિર્માણ અને પીવાનું સ્વચ્છ જળ પૂરું પડાયું છે.
વન કાઈન્ડ એક્ટ ખાતે અમે ગરીબીનું વિષચક્ર તોડવા અને બહેતર ભવિષ્ય, વિશ્વમાં બદલાવ, એક સમયે એક બાળક અને એક સ્કૂલનો માર્ગ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. એશિયન એચિવર્સ સાથે સહભાગી બનવાનું અમને ગૌરવ છે. અમારા ચેરમેન શમિત મલ્હોત્રા કહે છે કે, ‘એશિયન એચિવર્સ સાથે અમારી ભાગીદારી બ્રિટિશ એશિયનોના ઉમદા તત્વોને ઉજવવાનો મંચ પૂરો પાડશે જેમની દયાળુતા, જોશ, મક્કમ નિર્ધાર અને ઉદારતા જરૂરિયાતમંદોના જીવનમાં ભારે તફાવત સર્જવામાં અમને મદદ કરી રહેલ છે.’
https://www.onekindact.org/events/asian-achievers-award-2023