OFBJP સ્કોટલેન્ડ દ્વારા હરિયાણાના મુખ્ય પ્રધાનનું સ્વાગત કરાયું

Wednesday 16th May 2018 06:39 EDT
 
ડાબેથી આશીષ બ્રહ્મભટ્ટ, દર્શન ગ્રેવાલ, અંજુ રંજનજી, દીપેન્દ્રસિંઘ ધેસી, કૃષ્ણ કુમાર, અસીમ ગોયલ અને પ્રવચન કરતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર
 
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી સ્કોટલેન્ડ અને કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા હરિયાણાના મુખ્ય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર અને તેમના પ્રતિનિધિમંડળના સ્વાગત સમારોહનું શાનદાર આયોજન તા. ૧૩મીમે ૨૦૧૮ના રોજ ગ્લાસ્ગો મેરિયેટ હોટેલ ખાતે કરાયું હતું જેમાં ૩૦૦ સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્લાસ્ગો પૂર્વે એડિનબરા ખાતે એક પ્રાઇવેટ ડીનર સમારોહનું આયોજન કરાયું હતું.

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી સ્કોટલેન્ડના ઇન્ચાર્જ આશીષ બ્રહ્મભટ્ટ, ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકેના વાઇસ પ્રેસિડન્ટ અને હંસલોના ભૂતપૂર્વ મેયર દર્શન ગ્રેવલ, ભારતના કોન્સલ જનરલ શ્રીમતી અંજુ રંજનજી (એડિનબરા), શ્રી દીપેન્દ્રસિંઘ ધેસી (ચીફ સેક્રેટરી, હરીયાણા) દ્વારા પ્રાસંગીક પ્રવચન કરાયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ ગ્લાસગોમાં ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરી શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. શ્રી કૃષ્ણ કુમાર (અનુસૂચિત જાતી, પછાત વર્ગ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી), શ્રી અસીમ ગોયલ (ધારાસભ્ય, અંબાલા શહેર) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય પ્રતિનિધિમંડળે ભારતના ડાયસ્પોરા સાથે વાતચીત કરી હોય તેવો કદાચ આ પહેલો પ્રસંગ હતો.

comments powered by Disqus

to the free, weekly Gujarat Samachar email newsletter