SGVP સ્વામિનારાયણ ગુરુકુલ છારોડીમાં ચાર વેદ તથા ગીતા ભાગવતાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરતા ઋષિકુમારો કાલુપુર સ્વામિનારાયણ મંદિર દર્શને આવતાં સ્વામિનારાણ મંદિર કાલુપુર તથા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પીઠાધિપતિ પ.પૂ. આચાર્ય 1008 કોશલેન્દ્રજી મહારાજ તથા લાલજી મહારાજ નરનારાયણદેવના દર્શને આવતા મહારાજનું વેદગાન સાથે ઋષિકુમારોએ સ્વાગત કર્યું હતું. નાનાં ઋષિકુમારોને ચાર વેદ તથા શાસ્ત્રોનો સંસ્કારસભર અભ્યાસ છારોડી ગુરુકુલમાં કરાવાય છે, તે જાણી પૂજ્ય આચાર્ય મહારાજે ઋષિકુમારોને આશીર્વાદ આપ્યા હતા. ઋષિકુમારો દ્વારા દર મહિને આ પ્રકારનું આયોજન કરાય છે.