અમદાવાદના છારોડી સ્થિત વિખ્યાત શિક્ષણ સંસ્થાન SGVP ના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ યુકેમાં વિચરણ કરી રહ્યા છે. સોમવાર - 8 જૂનના રોજ તેમણે લંડનના હેરોમાં રહેતા દીપક મફતભાઈ પટેલના ઘરે પધરામણી કરી હતી. આ પ્રસંગે પરિવારજનો ઉપરાંત મિત્રો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સ્વામીજીના સત્સંગ અને આશીર્વાદનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગની પ્રથમ તસવીરમાં પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીજી પ્રકાશક-તંત્રી સી.બી. પટેલને ‘અમૃતવંદના’ પુસ્તક ભેટ આપીને અભિવાદન કરતા જણાય છે. જ્યારે બીજી તસવીરમાં દીપકભાઇ પટેલ અને તેમના પુત્રો નિત્ય તથા પરમ પૂ. માધવપ્રિયદાસજી સ્વામી સાથે પૂજન-અર્ચન કરતા જણાય છે.


