SRMD ગુરુદેવશ્રી રાકેશજીના 60 વર્ષના જીવન અને કવનની ઉજવણી

Wednesday 30th September 2026 07:37 EDT
 
 

મુંબઈઃ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા માનવતાવાદી, આધ્યાત્મિક ગુરુ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના 60 વર્ષના જીવન અને કવનની ઉજવણી કરવા ‘અહો ગુરુદેવ-60 વર્ષનું પ્રબુદ્ધ અસ્તિત્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ધ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 25થી 27 સપ્ટેમ્બર,2026ના ગાળામાં કાર્યક્રમોમાં 24 દેશ અને 214 શહેરોમાંથી આધ્યાત્મિક વડાઓ, કોર્પોરેટ અગ્રણીઓ, પરોપકારીઓ, યુવા સ્વયંસેવકો અને હજારો આધ્યાત્મ પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદેવશ્રીના 60મા જન્મદિન નિમિત્તે નવા 60 આધ્યાત્મિક અને કેન્સર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, બાળશિક્ષણ જેવાં સેવાના ઈનિશિયેટિવ્ઝની જાહેરાત કરવામાં આવી હતી.

બે દિવસના મેળાવડામાં પૂજ્ય મોરારિબાપુ, પૂજ્ય આનંદમૂર્તિ ગુરુમા, સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, સ્વામી સ્વરૂપાનંદજી, બ્રહ્માકુમારી શિવાની, સાધ્વી ભગવતી સરસ્વતી અને ભિખુ સંઘસેનાજી સહિતના આધ્યાત્મિક મહાનુભાવો તેમજ ઈન્ફોસિસના સ્થાપક પદ્મવિભૂષણ એન.આર. નારાયણમૂર્તિ, ટાટા સન્સના ચેરમેન પદ્મભૂષણ એન. ચંદ્રશેખરન, લે.જન. ડી.એસ. કુશવાહ PVSM, AVSM, SM, GOC, લોકસભા સાંસદ-અભિનેત્રી પદ્મશ્રી હેમામાલિની, સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક પદ્મશ્રી દિલિપ સંઘવી, અદાણી ગ્રૂપના વિનોદ અદાણી, હિન્દુજા ગ્રૂપના અશોક હિન્દુજા, ટોરેન્ટ ગ્રૂપના સુધીર મહેતા, પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુકર પારેખ, કોટક મહિન્દ્રાના નીલેશ શાહ, અભિનેતા રણબીર કપૂર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઈવેન્ટમાં 11 યુવાનોએ પવિત્ર આત્મર્પિત દીક્ષા લીધી હતી. પૂજ્ય ગુરુદેવશ્રીના જીવનને અંજલિ આપતો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરાયો હતો. ઉજવણીનો પ્રથમ ઈવેન્ટ મુંબઈમાં યોજાયા પછી રવિવાર, 7 માર્ચ 2027ના રોજ લંડનના વેમ્બલીમાં OVO એરિનામાં બીજો ઈવેન્ટ યોજાનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter