Unicef UKના ચેર તરીકે સતીષ દાસાણીની નિમણુંક

Tuesday 11th May 2021 17:14 EDT
 
 

યુનાઈટેડ કિંગ્ડમ કમિટી ફોર UNICEF (UNICEF UK) દ્વારા સતીષ દાસાણીની તેના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી હતી.
બોર્ડ અને સિનિયર લીડરશીપની કામગીરીનો ૨૦ કરતાં વધુ વર્ષનો અનુભવ છે. હાલ તેઓ SIG plc, Renew Holdings plc and Speedy Hire plc એમ ત્રણ અગ્રણી પબ્લિક કંપનીઓના બોર્ડ પર નોન – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.  
આ અગાઉ તેઓ નેશનલ લોટરી ઓપરેટર  Camelotમાં નોન – એક્ઝિક્યુટિવ અને નેટવર્ક રેલમાં પબ્લિક મેમ્બર હતા. એક્ઝિક્યુટિવ તરીકેની કારકિર્દીમાં તેમણે Forterra plc and TT Electronics plc માં ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી. .
તેઓ ચાર દેશમાં રહ્યા હતા અને બિઝનેસ માટે સંખ્યાબંધ દેશોનો પ્રવાસ કર્યો હોવાથી તેઓ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે.  
સતીષ દાસાણી જૂન ૨૦૨૦માં UNICEF UK ના બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં ટ્રેઝરર તરીકે જોડાયા હતા અને છેલ્લાં સાત મહિનાથી ઈન્ટરીમ ચેર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
દાસાણીએ જણાવ્યું હતું કે કાયમી ધોરણે Unicef UKના ચેરનો હોદ્દો સંભાળતા તેઓ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે.
UNICEF UK નું કામ દુનિયાના જરૂરતમંદ બાળકોને સહાય કરવાનું અને યુકેમાં અને આંતરરાષ્ટ્રીય ધોરણે બાળકોના હક્કોનું રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવાનું છે. દરેક બાળકને અનુકુળ આવે તેવી ---દુનિયાના ઘડતર માટે સમર્પિત ટીમનો હિસ્સો બનવા ઉત્સુક છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter