VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર શોકાતુર પરિવારોની મદદે

Wednesday 27th May 2020 01:49 EDT
 

લંડનઃ VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE દ્વારા જાહેર કરાયું છે કે સંસ્થા દ્વારા વર્તમાન સમયે શોકાતુર પરિવારની મદદે સંસ્થા આવશે. સંસ્થા દ્વારા કોરોના વાઇરસ કોવિડ-19ને કારણે જેમણે પોતાના સ્વજન ગૂમાવ્યા છે તે પરિવારના સભ્યોને શોક વ્યક્ત કરવામાં આવ્યું છે. શોકના સમયે સહાયરૂપ થવા હિન્દુ કોમ્યુનિટી માટે સંસ્થા દ્વારા કાઉન્સેલીંગ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જો તમે આવી કોઇ વ્યક્તિ માટે આ કાઉન્સેલીંગ સર્વિસ સેવા માંગતા હોવ તો સંસ્થાના કમિટી સભ્યોને તેમનું નામ અને ઇ-મેઇલ એડ્રેસ મોકલી આપવા જણાવાયું છે. સંસ્થાના કમિટી મેમ્બર્સ રવિ ભણોત 07956 556613 અને ડો.પ્રતિભા દત્તાનો 07778231674 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવાયું છે. કાઉન્સેલીંગ સર્વિસ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. સેવાનો ઉપયોગ કરનાર કે લાભ લેનારાઓ અંગે સંસ્થા જવાબદાર નહિ રહે.

શોકાતુર પરિવારો માટે ફ્યુનરલ ખર્ચમાં રાહત

(1) સરકાર દ્વારા બેરેવેમેન્ટ સપોર્ટ પેટે એકસમયના ચૂકવણા તરીકે 2500 પાઉન્ડની સહાય રકમ ઉપરાંત 18 મહિના સુધી દર મહિને 100 પાઉન્ડની સહાય રકમ પૂરી પાડવામાં આવશે. સરકાર દ્વારા ડીડબલ્યૂપી થકી કુલ 4300 પાઉન્ડની સહાય કરાશે. જરૂરિયતમંદ વ્યક્તિઓને 48 કલાક કરતાં ઓછા સમયમાં આ સહાય મંજૂર કરાશે. આ સહાય માટે ઓનલાઇન અરજી કરવી અથવા હેલ્પલાઇન નંબર 08007310139 અથવા 08001214433 પર ફોન કરવો. જે માટે મૃતકનું નામ, જન્મ તારીખ, એનઆઈ નંબર, મરણતારીખ, સરનામું, બેન્ક સોર્ટ કોડ અને ખાતા નંબરની માહિતી પૂરી પાડવી પડશે. કોલ સેન્ટર એજન્ટની મદદથી ફક્ત 20 મિનિટ કરતાં ઓછા સમયમાં અરજી માટે જરૂરી વિગત પૂરી પાડી શકાશે અને પસંદગી પામેલ અરજદારની રકમ 24થી 48 કલાકની અંદર ખાતામાં જમા થશે.

(2) અંતિમક્રિયા વળતર કાર્યક્રમ પણ અમલમાં છે. અંતિમક્રિયા માટે ખર્ચ કરવામાં આવેલ રકમમાંથી 60 ટકા રકમ વળતરરૂપે પરત મેળવી શકાશે. જે માટે ફ્યુનરલ ડિરેક્ટરના ઇનવોઇસ સહિતના જરૂરી કાગળીયા રજૂ કરવા પડશે. વધુ જાણકારી માટે 08001214433/08009172222/08007310139 પર ફોન કરીને વધુ જાણકારી મેળવવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter