VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટરમાં તમામ કાર્યક્રમ રદ

Thursday 19th March 2020 02:24 EDT
 

લંડનઃ VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. મંદિર રાબેતા મુજબ દર્શન માટે દરરોજ સવારના ૮થી સાંજના ૮ સુધી ખુલ્લું રહેશે.
સંસ્થા દ્વારા મંદિરે આવનારાઓને આરોગ્ય સલામતી માટે કેટલાર નિર્દેશોનું પાલન કરવા પણ અનુરોધ કરાયો છે. જેમાં મંદિરમાં પ્રવેશતા ભક્તોએ પોતાના હાથ સારી રીતે (૨૦ સેકન્ડ સુધી) સાબુથી ધોવાના રહેશે. હાથ ધોવાની વ્યવસ્થા મંદિર પરિસરમાં કરાઈ છે. જો કોઇની તબિયત ખરાબ હોય કે ખાંસી-શરદી કે તાવના લક્ષણ હોય તો તેમણે મંદિરની મુલાકાત ટાળવી જોઇએ. આગામી સૂચના સુધી આ વ્યવસ્થા અમલમાં રહેશે. દર રવિવારના સત્સંગ, દર ગુરુવારે યોજાતા બહેનોના સત્સંગ તથા સિનીયર સિટિઝન્સ એસેમ્બલી તાત્કાલિક અસરથી રદ કરાઈ છે. હાથનો સંપર્ક ટાળવા ચરણામૃત નહિ અપાય તથા તિલક પણ નહિ કરાય. વધુ જાણકારી માટે 020 8553 5471 પર સંપર્ક કરવા જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter