બર્મિંગહામઃ વોહરાવોઈસ યુકે (VVUK)ના પ્રતિનિધિઓ, નોર્થ ઓફ ઈંગ્લેન્ડના એન્ટ્રેપ્રીન્યોર્સ, બિઝનેસમેન, સામાજિક કાર્યકરો, કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ બર્મિંગહામમાં નવનિયુક્ત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, મિસ અમાનત માનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુલાકાતી ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળમાં ઈકબાલ સુબા પટેલ (બિઝનેસમેન/એન્ટ્રેપ્રીન્યોર),અહમદ પટેલ સારોડી (બિઝનેસમેન/ એન્ટ્રેપ્રીન્યોર /કોમ્યુનિટી પ્રતિનિધિ), મોહમ્મદ મૂસા ઉર્ફ બાબુભાઈ (કોમ્યુનિટી પ્રતિનિધિ), ઈમ્તિઆઝ પટેલ વારેડીઆવાલા (VVUK ના પ્રતિનિધિ)નો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, મિડલેન્ડ્સ અને સાઉથના ડેલિગેટ્સ, ડો ઝફર કુરેશી (ઉચ્ચ સાઈકીઆટ્રિસ્ટ, ઈન્ટરનેશનલ ઝકાત ફાઉન્ડેશનના ચેર), ઉમર ફારુકી (શરદ પવાર-NCP મહારાષ્ટ્રના પ્રવક્તા) પણ સામેલ થયા હતા.
આ બેઠકમાં ઉત્તર ઈંગ્લેન્ડને બર્મિંગહામના કોન્સ્યુલેટ જનરલ સાથે કેવી રીતે સાંકળી શકાય તેના વિચારોનું આદાનપ્રદાન કરાયું હતું. પ્રતિનિધિમંડળે મિસ અમાનત માનને નોર્થવેસ્ટની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. ભારતના કોન્સ્યુલેટ જનરલ મિસ માને ભારતીય હેરિટેજના લોકોના સારા જીવન માટે નિખાલસ અને ખુલ્લા દિલના વિચાર વિનિમયને આવકારવાં સાથે બોલ્ટન અને આસપાસનાં નગરોમાં વિઝા સર્જરીઝ, ટ્રેડ અને બિઝનેસ કોન્ફરન્સીસ લોન્ચ કરવામાં પણ રસ દર્શાવ્યો હતો.