અનુપમ મિશનના આંગણે આનંદનો ઓચ્છવ

શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હીરક મહોત્સવ સાથે ઓમ ક્રેમેટોરિયમનું ઉદ્ઘાટન અને શાલિન માનવ રત્ન સન્માન સમારોહ યોજાયા

Wednesday 22nd July 2026 06:56 EDT
 
 

અનુપમ મિશનના આંગણે શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હીરક મહોત્સવ નિમિત્તે પાંચ દિવસનો આધ્યાત્મિક ઉત્સવ ધર્મોલ્લાસભર્યા માહોલમાં યોજાઇ ગયો. 15થી 19 જુલાઇ દરમિયાન યોજાયેલા આ ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમમાં યુકે ઉપરાંત વિશ્વભરમાંથી ભક્તો, પૂજનીય સંતગણ, યુવાનો અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી અને શ્રદ્ધા, નિઃસ્વાર્થ સેવા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં સામેલ થયા હતા.

આ મહોત્સવનો સીમાચિહ્નરૂપ કાર્યક્રમ હતો ૐ ક્રેમેટોરિયમનું ઔપચારિક ઉદ્ઘાટન હતું, જેનું નિર્માણ હિન્દુ, જૈન અને શીખ પરંપરાઓ અનુસાર અંતિમ સંસ્કારો કરી શકાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે થયું છે. આ ઐતિહાસિક ઉદ્ઘાટનની સાથે, આ પ્રસંગે પ્રતિષ્ઠિત શાલિન માનવ રત્ન પુરસ્કાર સમારોહનું પણ આયોજન કરાયું હતું. જેમાં માનવતા અને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરાયું હતું.
પાંચ દિવસની આ ઉજવણી દરમિયાન, મહેમાનો આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને યુવા-લક્ષી કાર્યક્રમોના સાક્ષી બન્યા હતા. આ અઠવાડિયામાં સદગુરુ પૂજ્ય અશ્વિન દાદાનું પ્રાગટ્ય પર્વ, પ્રખ્યાત કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા પ્રેરણાદાયી પ્રવચન અને કીર્તન સંધ્યાનો સમાવેશ થતો હતો. તો યુવા પેઢીએ આંતરરાષ્ટ્રીય યુવા સત્ર, વૈશ્વિક યુવા નેટવર્કિંગ સત્ર અને આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવિસ્મરણીય ઐતિહાસિક ઉત્સવ એક જીવંત સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત આધ્યાત્મિક્તા અને પરંપરાગત ભારતીય મૂલ્યોની યાદગાર ઉજવણી સમાન બની રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter