આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજીને ‘વિશ્વ સત્સંગ સમ્રાટ’ પદવી

Friday 28th August 2026 06:09 EDT
 
 

અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - મણિનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર-ન્યૂજર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સંત સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જગદ્દગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ, મહામંડલેશ્વર પ્રતાપુરીજી મહારાજ - રાજસ્થાન, યોગાચાર્ય શ્રી અખિલેશદાસજી મહારાજ - હરિદ્વાર, મહામંડલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બીએપીએસ સંસ્થાના પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને વિશ્વ સત્સંગ સમ્રાટ પદવીથી નવાજ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter