આપણા અતિથિ: શ્રી હેમલત્તાબેન ભોજક

Tuesday 02nd June 2015 13:11 EDT
 
 

ભૂજના શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામના ગૃહમાતા શ્રીમતી હેમલત્તાબહેન માલસુર ભોજક (MA, Bed, Economics) ૬ અઠવાડિયા માટે યુ.કે.ની મુલાકાતે આવેલ છે. તેઓ ૨૭ વર્ષ સુધી ગૃહમાતા તરીકે ફરજ બજાવી ગત વર્ષે નિવૃત્ત થયા હતા. તેમની પાસેથી શિક્ષણ મેળવેલ વિદ્યાર્થિની બહેનોની ઇચ્છાને માન આપીને તેઓ યુ.કે. પધાર્યા છે. હેમલતાબહેન ભોજકના સ્વાગત સમારંભનું આયોજન રવિવાર તા. ૭મી જૂન, ૨૦૧૫ના રોજ સાંજે ૫થી ૮ દરમિયાન શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી સેન્ટર (SKLPC - Northolt) ખાતે રાખેલ છે.

હેમલત્તાબહેન લેવા પટેલ સમાજની ૫,૦૦૦ કન્યાઅોના શિક્ષણ ઘડતરમાં યોગદાન આપી ચૂક્યા છે અને દિકરીઅોના સંસ્કાર સિંચનમાં પોતાનો તમામ ફાળો આપી શકાય એ આશયે જ અપરણિત રહ્યા છે. તેઅો પોતાની દોઢ માસની મુલાકાત દરમિયાન લંડન, બોલ્ટન અને કાર્ડીફની મુલાકાત પણ લેનાર છે. હેમલત્તાબહેનના આ અગાઉ ઘણી વખત સન્માન થઇ ચૂક્યા છે. આ પ્રસંગે સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કુટુંબ સહિત પધારવાનું જાહે૨ આમંત્રણ છે. સંપર્કઃ ભારતીબહેન જેસાણી 07983 105 217.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter