ઉજ્જવળ ભવિષ્યઃ HSS UK બ્રિટનની ભાવિ પેઢીનું ઘડતર કરી રહ્યું છે

અનુષા સિંહ Wednesday 09th September 2026 07:30 EDT
 
 

વર્તમાન વિશ્વમાં યુવા પેઢી સાથે સંકળાવાનું કે સંપર્ક જાળવવાનું અગાઉની સરખામણીએ વધુ મહત્ત્વ ધરાવે છે ત્યારે હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે (HSS UK)એ દર્શાવ્યું છે કે આ મજબૂત નાગરિક જવાબદારી અને સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સ્વાભાવિક રીતે સાથે સાથે રહે છે. આ સંસ્થાએ ગત 12 મહિનામાં કાળજીપૂર્વક સામુદાયિક સેવા, યુવા વિકાસ અને લોકશાહી ભાગીદારીની ગતિશીલ ઈકોસિસ્ટમ કેળવી છે. HSS UK 2026માં યુકે પાર્લામેન્ટ સપ્તાહ સાથે સંકળાવાના સીમાચિહ્ન 10મા વર્ષ તરફ નજર માંડી રહેલ છે ત્યારે તેમની સૌથી મોટી સિદ્ધિઓ તળિયાના સ્તરે સશક્તિકરણમાં પ્રેરણાદાયી માસ્ટરક્લાસ ઓફર કરવાની છે.

HSS UK ના સંપર્ક વિભાગના ડો. હર્ષાબહેન જાનીએ જણાવ્યું હતું કે સંસ્થાનો પાર્લામેન્ટ સપ્તાહ કાર્યક્રમ યુવા વર્ગને બ્રિટિશ લોકશાહી સાથે વધુ સંકળાવામાં મદદ કરી રહેલ છે. તેમણે જણાવ્યું હતું કે,‘યુકે પાર્લામેન્ટ વીકની પ્રવૃત્તિઓમાં સાંસદો અને કાઉન્સિલરો સાથે યુવા પેઢીનો આમનેસામને સંપર્ક શાનદાર રહ્યો છે.’ તેમણે ઉમેર્યું હતું કે આ પ્રવૃત્તિઓએ યુવા વર્ગને પ્રચાર અભિયાન, સાંસદો અને કાઉન્સિલરો સાથે વાતચીત, જાહેર પરામર્શમાં ભાગ લેવા અને વધુ ‘રાજકીય જાગૃત’ રહેવા તરફ પ્રથમ પગલાં ભરવામાં પ્રોત્સાહિત કર્યો છે.

યુકે પાર્લામેન્ટ વીકઃ લોકશાહીનું સેન્ડબોક્સ

HSS UKમાટે 2025માં સ્થાનિક શાખાઓને રાજકીય ઉપદેશોના કેન્દ્રમાં ફેરવી નાખનારું સતત નવમું વર્ષ યુકે પાર્લામેન્ટ વીક સાથે ભાગીદારીનું રહ્યું હતું. દેશભરમાં તેની 49 શાખાઓ દ્વારા 38થી વધુ એક્ટિવિટીઝની યજમાની કરવામાં આવી હતી તેમજ યુવા સભ્યોને સાંસદો, મેયરો અને કાઉન્સિલરો સહિત 32 રાજકારણીઓ સાથે આમનેસામને લવાયા હતા. શુષ્ક પ્રવચનોના બદલે આ પ્રોગ્રામથી લોકશાહીને જીવંત બનાવાઈ હતી. યુવા લોકો માત્ર રાજકીય સિસ્ટમ વિશે જ શીખ્યા ન હતા, તેમણે આ સિસ્ટમમાં જ કદમ માંડ્યા હતા. હાઈ વાયકોમ્બ અને બર્મિંગહામ નોર્થમાં પાર્ટિસિપેન્ટ્સે તળિયાસ્તરેથી બનાવટી રાજકીય પક્ષોનું નિર્માણ કર્યું હતું. તેમણે મેનિફેસ્ટો ઘડ્યા હતા, જટિલ મુદ્દાઓ વિશે સ્માર્ટ ઉપાયો સૂચવ્યા હતા, જીવંત ચર્ચાઓ યોજી હતી તેમજ પ્રાઈમ મિનિસ્ટર્સ અને કેબિનેટ્સની ચૂંટણી કરી હતી.

હાઈ વાયકોમ્બની વિજેતા ટીમને પાર્લામેન્ટની મુલાકાત લેવા પણ મળી હતી. સૌથી નાના સભ્યોના અવાજોને પણ સાંભળવામાં આવ્યા હતા. લીમીંગ્ટનમાં 4થી 11 વર્ષના બાળકોએ કોયડા અને ક્રીએટિવ આર્ટ્સ થકી લોકશાહીની ખોજ કરી હતી.

વર્તમાનમાં સૌથી મુશ્કેલ ચર્ચાઓનો સામનો

આ યુવા મતદારો ખૂબ મુશ્કેલ સમકાલીન મુદ્દાઓથી દૂર ન રહ્યા. આધુનિક પેઢીની ચિંતા અને મહત્ત્વાકાંક્ષાઓને સમાવી લેતી ચર્ચાઓમાં સમગ્ર બ્રિટનને આવરી લેવાયું હતું.

• મિલ્ટન કીનેસ અને વેમ્બલીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાસરૂમ્સમાં તેના સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દરમિયાન, નોટિંગહામ, બ્રેડફોર્ડ અને કેમ્બ્રિજમાં યુવા તરુણો માટે સ્માર્ટફોન્સ પ્રતિબંધિત કરવાના વિવાદાસ્પદ પ્રસ્તાવની ચર્ચા હાથ ધરાઈ હતી.

• ન્યૂબરીમાં પાર્ટિસિપેન્ટ્સે નિઃશુલ્ક શિક્ષણના લાભાલાભની ચર્ચા કરી સ્થાનિક કાઉન્સિલરો અને સાંસદ લી ડિલ્લોનનું ધ્યાન ખેંચ્યું હતું. ચેલ્ટેનહામમાં સેકન્ડરીના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કદર અને ઉપયોગ વચ્ચેની બારીક રેખા સંબંધે વાત કરી હતી.

• ક્રોયડનના યુવાઓએ ઈયુમાં પરત ફરવાની સંભાવના ચર્ચી હતી, જ્યારે એડિનબરાના સભ્યોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના પગલે સાંસદ સ્કોટ આર્થરે અર્લી ડે મોશન રજૂ કરી પાર્લામેન્ટ વીકમાં ભાગ લેવા બદલ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ વિશે ચર્ચા બદલ HSS UK એડિનબરાને અભિનંદતો ઠરાવ રજૂ કર્યો હતો.

સેવા અને સામૂહિક સોહાર્દની ભાવના

HSS UK માં નાગરિક સંપર્ક રાજકીય ચર્ચાથી પણ આગળ વિસ્તરે છે અને સેવા, નિઃસ્વાર્થ સેવાના સિદ્ધાંતોને અનુસરે છે. જ્યારે ચર્ચા યોજાતી ન હોય ત્યારે સભ્યો સેવાકાર્યોમાં જોડાઈ રહે છે. મોર્લેની વિવેકાનંદ પરિવાર શાખાએ સ્થાનિક RSPCAને સપોર્ટ કરવા ચેરિટી વોકાથોનની તૈયારી આદરી હતી, જેમાં સાંસદ માર્ક સીવાર્ડ્સ જોડાયા હતા. બર્મિંગહામમાં 14 વર્ષના ચાલનારાથી માંડી 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો સાથેના 10 માઈલના વિન્ટર ટ્રેક થકી એકોર્ન્સ ચિલ્ડ્રન હોસ્પિસ માટે1300 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. ભવિષ્ય તરફ નજર રાખતી નાગરિક સામેલગીરીને સંતુલિત કરવા ઉપરાંત, HSS UK સાંસ્કૃતિક ઉજવણીમાં પણ ગંભીરપણે કાર્યરત રહે છે. સભ્યોએ રીડિંગ્સના ઉદ્ઘાટકીય બ્લેક હિસ્ટરી મન્થ ઈવેન્ટ તેમજ સ્લાઉમાં બ્રહ્માકુમારીઓ સાથે યુએન વર્લ્ડ મેડિટેશન ડેમાં ભાગ લઈ વૈવિધ્યતા પ્રદર્શિત કરી હતી. વર્ષ દરમિયાન, ચેલ્ટેનહામમાં ગીતા જયંતીની ઉજવણી તેમજ મહાભારતના ઉપદેશોથી પ્રેરાઈને 94 પાર્ટિસિપેન્ટ્સ માટે વિશાળ વર્ષાંત શિબિર સહિત આધ્યાત્મિક મેળાવડાઓ પણ યોજાયા હતા.

વર્ષ 2026 આગળ વધી રહ્યું છે ત્યારે HSS UK લોકશાહીના વર્ષ લાંબા ઉત્સવ સાથે પાર્લામેન્ટરી પાર્ટિસિપેશનના દાયકાને ઉજવવા સજજ થઈ રહ્યું છે. તેઓ સંપૂર્ણપણે સજ્જ થઈ પોતાની કોમ્યુનિટીઓ અને સમગ્રતયા દેશના ભવિષ્યને આકાર આપવા માટે સક્રિયપણે તૈયાર યુવા વસ્તીને બિરદાવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter