એઇલ્સબરીમાં દિવાળીની શાનદાર ઉજવણી માનવતા-કરૂણા-પ્રેમનું દિવેલ પૂરી દિલમાં દીવો કરો...બ્રહ્માકુમારી

- જ્યોત્સના શાહ Wednesday 17th November 2021 03:08 EST
 
 

શનિવાર ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ એઇલ્સબરીના "ડિસ્કવર બક્સ મ્યુઝીમ" ખાતે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન બપોરના ૧૨ થી ૫ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ૫૦૦ જેટલા ઉત્સવપ્રિય નાના-મોટા સ્થાનિક ભાઇ-બહેનો સજી-ધજી શિયાળાની ઠંડીને અવગણી ઉપસ્થિત રહ્યાં હતાં.
હોલી કાઉન્સિલ કોમ્યુનિટી ઇવેન્ટ્સના ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ઢોલ-નગારાના નાદથી માંડી ક્લાસીકલ ડાન્સ, ભાંગરા અને ગરબાની રમઝટ મ્યુઝીયમના ગ્રાઉન્ડ પર જામી હતી. બીજી બાજુ અન્ય રૂમોમાં સિતાર, વાંસળી વાદન,  યોગા, મેડીટેશન, સાડી પરિધાન, મહેંદી, દીવા પેઇન્ટીંગ, રંગોળી, આર્ટ ડીઝાઇન વગેરેના વિવિધ વર્કશોપ્સ યોજાયા હતા. મી. બોમ્બેનું વેજીટેરીયન સ્ટ્રીટ ફુડ અને હોલી કાઉ ટીની ગરમાગરમ મસાલેદાર આદુની ચાયના સ્ટોલ્સે આકર્ષણ જમાવ્યું હતું.  
આ પ્રસંગે અતિથિ વિશેષોમાં એઇલ્સબરીના મેયર, બકિંગહામશાયરના સાંસદ, બકિંગહામશાયરના ચેરમેન ઝાહીર મોહમ્મદ, બ્રહ્માકુમારીસ,  આર્ટ ઓફ લીવીંગના હીનાબેન પંચોલી, આર્ટ ડીઝાઇનના મધુ બાની વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રસંગોચિત વક્તવ્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત વડિલ સિસ્ટરે દિવાળીની શુભકામના પાઠવતાં હકારાત્મક વિચારોને આહ્વાન આપી, સ્વનું નિરિક્ષણ-પૃથ્થકરણ કરી જીવનને વધુ ઉજ્જવળ બનાવવાની અને અંતરમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવાની સરસ વાત કરી દિવાળીનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રોજેક્ટના સ્થાપક પૂનમ ગુપ્તાએ જણાવ્યું કે ૨૦૧૭થી આ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. આજનો ઇવેન્ટ સૌથી સરસ ને
સફળતાને વર્યો છે. પ્રતિવર્ષ એ વધુ ને વધુ લોકપ્રિય બનતો જાય છે.
૬ વર્ષથી માંડી મોટી વયના અને વિવિધ સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ ધરાવતા સૌ કોઇએ આ ઉત્સવનો આનંદ માણ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બકિંગહામશાયર કાઉન્સિલના મેમ્બર, મીસેન્ડ્સ અને પ્રેસ્ટવુડનું પ્રતિનિધિત્વ કરતા ડેપ્યુટી આર્મ્ડ ફોર્સીસ ચેમ્પીયન મીમી હાર્કેર OBE એ પોતાની આગવી અદાથી કરી સૌનું મનોરંજન કરાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter