લંડનઃ ચેરિટી સેક્ટરને અભૂતપૂર્વ યોગદાન આપનારી સંસ્થાની કેટેગરીમાં હાર્ટ ઓફ બક્સ 2025 એવોર્ડ માટે એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ (AHT)ને નોમિનેટ કરાઈ રહ્યું છે. હાર્ટ ઓફ બક્સ એવોર્ડ્સ કોમ્યુનિટીના નોમિનેશન્સ પર આધાર રાખે છે. AHT માટે નોમિનેશન ફોર્મ ભરીને આપણી સંસ્થાએ 2018માં તેની સ્થાપનાથી અત્યાર સુધી જે સાચી અસર ઉપજાવી છે તેને પ્રદર્શિત કરી શકવાની તક છે. નોમિનેશન ફોર્મ માટેની લિન્ક ‘ Nomination Form for Outstanding Contribution to the Charity Sector – Organisation’ છે. નોમિનેશન્સ બંધ થવાની તારીખ 8 ઓક્ટોબર 2025 છે.
નોમિનેશન ફોર્મ ભરતી વખતે AHTએ કેવી રીતે કોમ્યુનિટીને સમૃદ્ધ બનાવી છે તેના વિશે તમારા શબ્દોમાં જણાવશો. નિર્ણાયક જજીસ સંસ્થાની અસર જણાવતી કથાઓ અને પુરાવાઓને ધ્યાનમાં લેશે. પ્રત્યેક નોમિનેશન ગણતરીમાં લેવાશે અને આ પ્રતિષ્ઠિત એવોર્ડ હાંસલ કરવામાં મદદરૂપ નીવડશે. ઓર્ગેનાઈઝેશન ફિલ્ડમાં Aylesbury Hindu Templeનામનો ઉપયોગ કરવા અનુરોધ છે.
2018માં સ્થાપના કરાયા પછી AHT બકિંગહામશાયર માટે સમાવેશી અને જોશપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. AHT દ્વારા રંગોત્સવ હોળી, ગણેશોત્સવ સહિત મુખ્ય ઊજવણીઓ કરવામાં આવે છે અને 90 ટકાથી વધુ ઈવેન્ટ્સ બધા લોકો લાભ લઈ શકે તે માટે નિઃશુલ્ક રખાય છે. ક્રિસમસ ઓન ધ કોબલ્સ અને હેરિટેજ ઓપન ડેઝ જેવા ઈવેન્ટ્સમાં ભાગ લઈ આપણી સંસ્કૃતિ, આનંદ અને પરંપરાઓને વ્યાપક કોમ્યુનિટી સાથે વહેંચવામાં આવે છે. AHTના શૈક્ષણિક કાર્યોમાં શાળાની સભાઓ, યુવા વર્કશોપ્સ તેમજ એશમોલીઅન મ્યુઝિયમ અને બક્સ ન્યૂ મ્યુઝિયમની શૈક્ષણિક ટ્રીપ્સનો સમાવેશ થાય છે. કોમ્યુનિટી ઈવેન્ટ્સમાં યોગ, ધ્યાન, આરોગ્ય વાર્તાલાપો અને ફર્સ્ટ એઈડ ટ્રેનિંગના કાર્યક્રમ યોજાય છે. કોમ્યુનિટી કિચન્સ અને ફૂડ ડોનેશન્સ સપોર્ટ ફૂડ બેન્ક્સ થકી બકિંગહામશાયરના જરુરિયાતમંદ લોકોને સહાય અપાય છે.
AHTએ 2024માં હાર્ટ ઓફ બક્સ પીપલ્સ ચોઈસ એવોર્ડ હાંસલ કર્યો હતો જેનાથી સંસ્થા દ્વારા કરાતાં કાર્યો પર લોકોની મહોર વાગી હતી.