સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા આગામી દિવસોમાં વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત દંપતી ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન અપાશે.
• શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન વર્ગ - 15વર્ષથી મોટા અને સિનિયર સિટિઝન માટે. તા. 15થી 15 જુલાઇ (સમય બપોરે 2.00થી 3.30) સ્થળઃ સેન્ટ જ્યોર્જ ડ્રાઇવ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19
• શિવમહિમ્ન સ્તોત્ર ચાન્ટીંગ અર્થ સાથે - 15 વર્ષથી મોટા અને સિનિયર સિટિઝન માટે તા. 15થી 17 જુલાઇ (સાંજે 5.30થી 7.00) સ્થળઃ યર 2 ક્લાસરૂમ, સેન્ટ મેરિલ સ્કૂલ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19
• સંસ્કૃત ભાષા વર્ગો - 4 વર્ષથી મોટા બાળકો અને વયસ્કો માટે તા. 18 અને 19 જુલાઇ (સમયઃ સાંજે 5.30થી 6.30) સ્થળઃ હોલ એન્ડ યર 2 ક્લાસરૂમ, સેન્ટ મેરિલ સ્કૂલ, કાર્પેન્ડર્સ પાર્ક, વોટફોર્ડ - WD 19
સંસ્કૃતના પ્રસારના ઉદ્દેશથી યોજાયેલા આ તમામ કાર્યક્રમો વિનામૂલ્યે છે, પરંતુ જગ્યા મર્યાદિત છે. વધુ માહિતી માટે સંપર્કઃ નિરવ પંડ્યા - ફોનઃ 00447793240350