એસજીવીપીના આંગણે ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલ

Friday 26th June 2026 05:55 EDT
 
 

અમદાવાદના છારોડી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)માં 21 જૂનના રોજ ભવ્ય ઇન્ટરનેશનલ યોગ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના 1000 વિદ્યાર્થીઓએ યોગીની આકૃતિ રચી અનોખું અને અદભુત દૃશ્ય સર્જ્યું હતું, જેને સૌએ ભાવભરી પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓના સુંદર પ્રદર્શનથી સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જામ્યું હતું. સંસ્થાના અધ્યક્ષો પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પ.પૂ. સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને આશીર્વાદથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter