ઓમ ફાઉન્ડેશનનું લોન્ચિંગઃ કોમ્યુનિટીના વયોવૃદ્ધો માટે નવા અધ્યાયનો આરંભ

Wednesday 06th August 2025 06:00 EDT
 
 

   લંડનઃ વડીલો માટે સારસંભાળ, સંપર્ક અને અનુકંપાની જીવનરેખા સમાન AUM -ઓમ ફાઉન્ડેશનનું સત્તાવાર લોન્ચિંગ 4 જુલાઈ 2025ના રોજ સ્ટેનમોરમાં કેનન્સ કોમ્યુનિટી એસોસિયેશન ખાતે આયોજિત ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતું. સંપર્ક અને સંભાળનું મહત્ત્વ દર્શાવતા આ ઈવેન્ટમાં હેરોના મેયર અંજનાબહેન પટેલ, ગુજરાત સમાચાર-એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ સહિત આશરે 120 મહાનુભાવો ઉપસ્થિત હતાં.

સમગ્ર વાતાવરણમાં પ્રેમ, હાસ્ય, નૃત્ય અને સંગીતનો માહોલ છવાયેલો હતો. ફીઝિયોથેરાપિસ્ટ દ્વારા આનંદદાયક બ્રેઈન ગેમ્સ, હળવાશપૂર્ણ કસરતની પ્રવૃત્તિઓ કરાવાતી હતી. સમગ્ર ઈવેન્ટનો કેન્દ્રવર્તી વિચાર વયોવૃદ્ધ વડીલો નજરમાં રહે અને તેઓ પોતાને અન્યો સાથે ઓતપ્રોત હોવાની લાગણી અનુભવે તેનો હતો. આ ફાઉન્ડેશનનાં મુખ્ય હેતુઓ વયોવૃદ્ધોની સારસંભાળ લેવી, તેમનું માનસિક આરોગ્ય સુધારવું, કટોકટીના સમયમાં સહાય અને સાથ-સંગાથ પૂરા પાડવાનો સમાવેશ થાય છે.

ઓમ ફાઉન્ડેશનનું પ્રેરકબળ શું છે?

ઓમ ફાઉન્ડેશનની રચના વર્તમાન સમાજની સૌથી પીડાદાયક સમસ્યાઓમાં એક – એકલતાને હલ કરવાના વિચાર સાથે થઈ છે. ઘણા વયોવૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓ, ખાસ કરીને એશિયન કોમ્યુનિટીમાં, એકલવાયાપણું અને ભૂલી જવાયાની લાગણીઓ અનુભવે છે. આ સમસ્યાને નજરમાં રાખી માત્ર સેવા નહિ, પરંતુ કમ્પેનિયનશિપ, ગૌરવ અને સાથે સંકળાયેલા હોવાની ભાવના સર્જાય તે હેતુસર ફાઉન્ડેશનની રચના કરાઈ છે.

ફાઉન્ડેશનના ડાયરેક્ટર પ્રણવ વોરાએ જણાવ્યું હતું કે ઘણા વયવરિષ્ઠ લોકો એકલું જીવન ગાળે છે, કોઈની સાથે વાતચીત અથવા આધાર રાખવા મળતો ન હોય તે નિહાળેલી બાબતો પરત્વે તેમના વર્ષોના અનુભવ થકી તેમને આ વિચાર આવ્યો હતો. આપણા પરંપરાગત મૂલ્યો આપણા પેરન્ટ્સને કદી દૂર કે અળગાં રાખવાની વાત કરતા નથી, પરંતુ તેમની સારસંભાળ લેવાની ચોકસાઈ આપણે રાખીએ છીએ. સંસ્થાનું લક્ષ્ય લોકોને નિકટ લાવવા અને તેમને જીવનમાં કશું મેળવવા ઉત્સુકતા રહે તે આપવા વિશે છે.

ફાઉન્ડેશનની ભાવિ કલ્પનાઓ

ફાઉન્ડેશન માસિક ધોરણે સામુદાયિક પ્રવૃત્તિઓ કરે છે, એવા ઈવેન્ટ્સ જ્યાં ઉપસ્થિત લોકો સંગીત, રમતો માણી શકે, કપકેક બનાવવી કે પુષ્પોની ગોઠવણી કરવા જેવી નવી કુશળતા શીખી શકે અને હાસ્યની આપ-લે કરી શકે. તેમને મગજની તાલીમ, કૌશલ્ય તાલીમથી સજ્જ બનાવી શકાય છે, તેઓ એકબીજા સાથે નાસ્તા કરવા, હાસ્ય અને સંગીતની વ્યવસ્થા મારફત મનોરંજન મેળવી શકે છે. તેઓ એકબીજાની કંપનીનો આનંદ માણી શકે છે.

AUM ફાઉન્ડેશન એમ્બ્યુલન્સ સેવા, શોકના સમયે સપોર્ટ અને મિત્રતા વધારતા કાર્યક્રમો ઓફર કરવા સાથે પૂર્ણકાલીન કોમ્યુનિટી સપોર્ટ સિસ્ટમ તરીકે વિકસવાની આશા ધરાવે છે. આ વિઝન હિંમતપૂર્ણ છે, પરંતુ પ્રેમના મજબૂત મૂળિયાંનું છે કે કોઈ પણ વ્યક્તિ એકલતા અનુભવવી જોઈએ નહિ. તેમની ભાવિ કલ્પનામાં કમ્પેનિયનશિપ મુલાકાત, એકલવાયાપણું ઘટાડવા નિયમિત બેઠકો, સામાજિક સંપર્કોને પ્રોત્સાહન તેમજ સાંત્વનાપૂર્ણ હાજરી ઓફરનો સમાવેશ થાય છે. કમ્પેશન કાફેનો પણ વિચાર છે, જ્યાં વયોવૃદ્ધ વડીલો એકબીજાને મળી શકે, કેટલીક બોર્ડ ગેમ્સ માણી શકે અને વિચારોની આપ-લે પણ કરી શકે.

તમે કેવી રીતે મદદરૂપ થઈ શકો છોઃ

ફાઉન્ડેશન રજિસ્ટર્ડ ચેરિટી છે અને કોઈ પણ પ્રકારની મદદ આવકાર્ય છે. ડોનેશન્સથી વધુ ઈવેન્ટ્સ યોજવા ભંડોળની મદદ મળે છે, જેઓ પ્રવાસ કરી શકતા ન હોય તેમના માટે ટ્રાન્સપોર્ટ સેવા, મેળાવડાઓમાં નાસ્તા અથવા ભોજનની સેવા પણ આપી શકાય છે. જો વયોવૃદ્ધો અને અશક્તોને પૂરતી મદદ આપી શકાય તો તેઓ માસિક બેઠકોના સ્થાને સાપ્તાહિક બેઠકોમાં આવી શકે, લોકોને બહાર જવા, બધા સાથે હળવામળવા અને પોતાનું મૂલ્ય છે તે સમજવાના ઘણા કારણો મળી શકે છે.

ઓમ ફાઉન્ડેશન માત્ર સંસ્થા નથી, એ અનુકંપા-દયાની સરવાણી છે. આપ સહુના સમર્થન સાથે ફાઉન્ડેશન જેમને સૌથી વધુ જરૂરિયાત છે તેમના માટે સલામત વિસામાનું સ્થળ બનવા તરફ વિકાસ સાધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter