કળા-સ્થાપત્ય-સાહિત્ય-સ્મારકોના શહેર પેરિસના લલાટે સનાતન ધર્મનું તિલક

Wednesday 26th August 2026 04:43 EDT
 
 

બુસી-સેન્ટ-જ્યોર્જેસ (પેરિસ)ઃ કળા, સ્થાપત્ય, સાહિત્ય અને ભવ્ય સ્મારકો માટે આગવી ઓળખ ધરાવતા પેરિસના છોગામાં હવે સનાતન ધર્મ પરંપરાનું સિમાચિહ્ન અંકિત થશે. વિશ્વવિખ્યાત મહાનગરમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું 6 સપ્ટેમ્બરના રોજ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા વિધિ અને લોકાર્પણ થશે. ફ્રાન્સના આ સર્વપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે 2થી 14 સપ્ટેમ્બર એમ 13 દિવસના વૈશ્વિક ઉત્સવ ફેસ્ટિવલ ઓફ કલ્ચરનું આયોજન થયું છે.
મધ્ય પૂર્વ પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે નિર્મિત આ મંદિર ભારતીય સ્થાપત્ય કળા અને ફ્રેન્ચ એન્જિનિયરિંગના સુભગ સમન્વયનું પ્રતીક છે. 1982માં પેરિસમાં પહેલી સત્સંગ સભા યોજનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજે મંદિર નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો જે પ.પૂ. મહંત સ્વામી મહારાજના પ્રયાસોથી સાકાર થયો છે.

(વિશેષ અહેવાલ - પાન 17)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter