કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનનો શણગાર

Thursday 05th May 2022 08:34 EDT
 
 

અમદાવાદઃ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ (મણિનગર) ખાતે અખાત્રીજ - મંગળવારના રોજ પરંપરા અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો - ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજથી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે તે અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે ૩ કિલો ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ વાઘા ધરાવવાથી ભગવાનને કાળઝાળ ગરમીમાં ઠંડક પ્રાપ્ત થતી હોય છે.
ભગવાનને ચઢાવાયેલા આ વાઘામાંથી બાદમાં ચંદનની ગોટીઓ બનાવીને ભક્તોને આપવામાં આવે છે. જેમાંથી ભક્તો નિત્ય પોતાના કપાળે તિલક કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter