કુમકુમ મંદિર દ્રારા હોળી અને ફૂલદોલોત્સવની ઉજવણી

Tuesday 30th March 2021 16:02 EDT
 
 

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તા. ર૯ માર્ચને સોમવારે સવારે ૮ વાગે ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામીનારાયણ ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી સ્વામીનારાયણ ભગવાન ઉપર કેસુડાના જળથી છંટકાવ કરીને ભગવાનને ભીંજવી દીઘા હતા. કોરોના વાયરસની આપત્તિના કારણે આ ઉત્સવ ઓનલાઈન ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નંદપદવીના સંતો રચિત કીર્તનો ગાઈને ઔચ્છવ કરવામાં આવ્યો હતો.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સર્વે ઉત્સવોમાં રંગોત્સવનો ઉત્સવ એ સ્વામીનારાયણ સંપ્રદાયમાં શિરમોર રહયો છે. ભગવાન આ ‘કુલદોલોત્સવ' ખૂબ ધામધૂમથી ઉજવતા. આ ઉત્સવની સ્મૃતિમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં છેલ્લા ર૦૦ વર્ષથી ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter