શરદપૂર્ણિમા પર્વે અમદાવાદસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 104મી પ્રાગટ્ય જયંતીની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. નારોલ વિસ્તારની હીરા માણેક ઇંગ્લીશ મીડિયમ સ્કુલના બાળકોએ ‘શરદ પૂર્ણિમા’ શબ્દને અંકિત કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને પ્રાર્થના કરી હતી કે, તેમના જીવનમાં તેઓ વિદ્યા અભ્યાસ કરીને સફળતાના શિખરો સર કરી શકે.


