સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામી બાપાની 118મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ શર્કરા, શ્રીફળ, ફૂલ અને ગોળથી કરવામાં આવી હતી. આ મહોત્સવ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ તેમના જીવનકાળ દરમિયાન અદ્દભૂત કાર્યો કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમણે એક નવીન ક્રાંતિ લાવ્યા હતા. તેથી તેમને ક્રાંતિકારી સંત તરીકે ઓળખવામાં આવે છે.