કુમકુમ મંદિરના સંતો દ્વારા લેક ડિસ્ટ્રિક્ટ ખાતે સત્સંગ સભા અને નૌકા વિહાર

Wednesday 19th August 2026 06:21 EDT
 
 

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદના સંતો ઇંગ્લેન્ડ ખાતે સત્સંગ પ્રચાર કરી રહ્યા છે. તેના ઉપક્રમે ગુરુ મુક્તજીવન સ્વામીબાપાના ચરણોથી પાવન થયેલી લેક ડિસ્ટ્રીક્ટ - વિન્ડરમેરની ભૂમિ ઉપર સત્સંગ સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ નૌકા વિહાર કરાવાયો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના  સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જ્યારે મનુષ્ય કુદરતના ખોળામાં બેસીને પરમાત્માનું સ્મરણ કરે છે, ત્યારે તેને સાચી શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે. તેથી આ સ્થળે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter