અમદાવાદ: સદગુરુ શાસ્ત્રી પૂ. આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે દુબઈ-લંડન અને કેનેડા ત્રણ દેશમાં વિચરણ કરશે. હાલ દુબઇમાં વિચરણ કરતા આ વરિષ્ઠ સંતો 24 જુલાઇથી 18 ઓગસ્ટ લંડનમાં અને 19 થી 29 ઓગસ્ટ કેનેડામાં વિચરણ કરશે. આ પ્રસંગે સત્સંગ સભાઓ, યુવા શિબિરો, કીર્તન ભક્તિ, અબજીબાપાશ્રીની વાતોની પારાયણો, લંડન મંદિરનો ત્રિદિવસીય પાટોત્સવ આદિ વિવિધ કાયક્રમો યોજાયા છે.