કોરોનામાં માનવતાનું અસ્ખલિત ઝરણું...

જ્યોત્સના શાહ Wednesday 27th May 2020 07:26 EDT
 
 

કોરોના મહામારીમાં સમગ્ર બ્રિટને સામૂહિક ધોરણે, ભેદભાવથી પર રહી માનવતાના દીપ જલાવી નિ:સ્વાર્થ સેવાનું કાર્ય હાથ ધરેલ છે. એક અંદાજ મુજબ આર્થિક કટોકટી હોવા છતાં દેશભરમાં દસ મિલિયન સેવાભાવી બ્રિટનવાસીઓ લોકડાઉનમાં સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને હજી પણ ૭૮% એ પરિસ્થિતિ સુધરે ના ત્યાં સુધી અનુદાન આપવા તૈયારી દાખવી છે. કટોકટીના સંજોગોમાં માનવધર્મ સર્વોપરિ હોવાનું પુરવાર થયું છે.
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા કોવીદ-૧૯માં વોલંટીયરી સેવા: NHSહોસ્પીટલોના ફ્રન્ટ લાઇન સ્ટાફ અને સમર્પિત કી-વર્કર્સ તેમજ એકલા-અટૂલા, નિ:સહાયોને ફુડ, દવાઓની ડીલીવરી, વનરેબલની એકલતા ટાળવા વાતચીત કરી નૈતિક ટેકો આપવા સહિત કોવીદ-૧૯ વિષયક તાજા સમાચારોથી વાકેફ કરવા જેવી વિવિધ સેવાઓ હિન્દુ કાઉન્સિલ તેમજ એ સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓના સહકારથી સાદર કરાઇ રહેલ છે એમ એના પ્રમુખ શ્રી અશ્વિનભાઇ ગલોરીયાએ "ગુજરાત સમાચાર"ને જણાવ્યું છે. સારા કાર્યો કરનાર સૌને ધન્યવાદ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter