લંડનઃ ક્વીન કેમિલાએ મીલ્સ ઓન વ્હીલ્સ સપ્તાહ નિમિત્તે નેશનલ એસોસિયેશન ઓફ કેર કેટરિંગ (NACC)ના સભ્યો માટે ક્લેરેન્સ હાઉસમાં રિસેપ્શન સમારંભ યોજ્યો હતો. નિર્બળ વ્યક્તિઓને ભોજન અને લંચ ક્લબ્સ પૂરાં પાડનારા તેમજ પોષણયુક્ત આહારની સાથોસાથ એકલતા અને સામાજિક એકલવાયાપણું ઘટાડવામાં મદદ કરનારાઓનો આભાર વ્યક્ત કરવાની આ શુભચેષ્ટા હતી. NACCના નેશનલ ચેર નીલ રાડીઆએ યુકે કેર સેક્ટર કેટરિંગ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ અને સપોર્ટ કરનારા એસોસિયેશનની માનદ મેમ્બરશિપ ક્વીનને પ્રેઝન્ટ કરી હતી.
NACC દ્વારા 30 કરતાં વધુ વર્ષથી મીલ્સ ઓન વ્હીલ્સ વીકનું આયોજન કરવામાં આવે છે જે સમગ્ર યુકેમાં મીલ્સ ઓન વ્હીલ્સ સર્વિસના આ વશ્યક મીલ્સને હાઈલાઈટ કરે છે. આ વર્ષનું થીમ ‘ફાઈટિંગ હંગર એન્ડ રિડ્યુસિંગ લોન્લીનેસ’ વયોવૃદ્ધ અને ન ર્બલ લોકો માટે સારા પોષણના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ ઈવેન્ટ દરમિયાન, ક્વીને મીલ્સ ઓન વ્હીલ્સ કેવી રીતે જરૂરિયાતમંદોને સપોર્ટ કરે છે તેમજ તેની સેવાઓ સમુદાયોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના વિશે હૃદયસ્પર્શી કથાઓ સાંભળી હતી. ક્વીને આ સેવાઓ રાષ્ટ્રભરમાં નોંધપાત્રપણે ઘટી રહી હોવા વિશે પણ જાણ્યું હતું.
નેશનલ એસોસિયેશન ઓફ કેર કેટરિંગના નેશનલ ચેરમેન નીલ રાડીઆએ મીલ્સ ઓન વ્હીલ્સ સર્વિસ અને તેના સમર્પિત સ્ટાફને ક્વીને બિરદાવ્યાં તે બદલ આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મીલ્સ ઓન વ્હીલ્સ ભોજન કરતાં પણ વિશેષ કરે છે, મહત્ત્વપૂર્ણ વેલ્ફેર ચેક્સ ઓફર કરવા તેમજ વયોવૃદ્ધો અને નિર્બળ લોકો સ્વતંત્રપણે અને ગૌરવ સાથે રહી શકે તે માટે મદદરૂપ બને છે. તેમણે એસોસિયેશન ફોર પબ્લિક સર્વિસ એક્સેલન્સ (APSE)ની ભાગીદારી સાથે 2023ના ચિંતાજનક રિપોર્ટને પણ હાઈલાઈટ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું હતું કે મીલ્સ ઓન વ્હીલ્સની માત્ર 29 ટકા સર્વિસીસ જ યુકેમાં અને ઈંગ્લેન્ડમાં તો માત્ર 18 ટકા જ કાર્યરત છે. તેમણે પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ નોંધ્યું હતું.


