ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનની વાર્ષિક જાહેર સભાનું આયોજન તા. ૧૩-૯-૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. એજન્ડા પ્રમાણે પ્રમુખ શ્રી અને મંત્રીશ્રીએ અહેવાલ રજૂ કર્યા બાદ ખજાનચી દ્વારા ગત વર્ષના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. તે પછી કારોબારી સમિતિના સદસ્યોની ચુંટણી કરવામાં આવી હતી. જેમની મીટીંગ ગત તા. ૧૫-૯-૧૫ના રોજ મંગળવારે મળી હતી જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
પ્રમુખ: ઇશ્વરભાઇ ટેલર, ઉપપ્રમુખ: દશરથભાઇ નાયી, મંત્રી: ચંદ્રકાન્ત લિંબાચિયા, સહમંત્રી: ઉમાબેન ચૌહાણ, ખજાનચી: ઉમેદભાઇ પરમાર, ઇન્ટરનલ અોડીટર: છોટાભાઇ લિંબાચિયા.
કારોબારી સદસ્યો: રમણભાઇ વાળંદ, રમણભાઇ સી. પટેલ, મહેશભાઇ ડાભી, પ્રહલાદભાઇ નાયી, ભીખુભાઇ પટેલ, ઉર્મિલાબેન સોલંકી, હીરાબેન પટેલ, પ્રવિણભાઇ રણછોડ.
હોલ્ડીંગ ટ્રસ્ટી: ગોવિંદભાઇ મારૂ, અમ્રતભાઇ લિંબાચિયા અને મોહનભાઇ પરસાર. વધુ માહિતી માટે સંપર્ક: ચંદુભાઇ લિંબાચિયા 01772 253 901.