ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટન દ્વારા પ્રકાશિત દળદાર “સ્મૃતિ” વિશેષાંકનું લોકાર્પણ

Wednesday 03rd November 2021 04:25 EDT
 
 

સ્મૃતિ વિશેષાંક લોકાર્પણવિધિ તા. ૨૯-૮-૨૧ના રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ભોજન પ્રસાદી લીધા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. સારી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. આ અવસરે સંસ્થાના હિતેચ્છુ શ્રી સી.બી. પટેલ અને શ્રી સુરેન્દ્રભાઈ પટેલ લંડનથી હાજર રહ્યા હતા. બપોરે ૨-૦૦ વાગ્યે કાર્યક્રમ શરૂ કરવામાં સંસ્થા વતીથી મંત્રીશ્રી આશિતભાઈ જરીવાલાએ દરેક સભ્યોનું સ્વાગત કરી અતિથિ વિશેષ મહેમાનોએ દીપપ્રાગટ્ય કર્યું હતું, તેમાં સંસ્થાના પ્રમુખ શ્રી દશરથભાઈ નાયી, સી.બી. પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ઈશ્વરભાઈ ટેલર તેમજ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થના પ્રમુખ હર્ષાબહેન શુક્લા હતા. બાળાઓ દ્વારા સ્વાગત ગીત કરવામાં આવ્યું તે પછી મહેમાનોને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા. મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી સંસ્થાના પ્રમુખશ્રીએ સભાને સંબોધિત કરી હતી અને આજના આ કાર્યક્રમનો હેતુ શું છે તેથી સમજ આપી હતી. ત્યારબાદ આજના અતિથિવિશેષ સી.બી. પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષાબહેન શુક્લાએ સંબોધન કર્યું હતું.
સ્મૃતિ વિશેષાંકના એડિટરે ઈશ્વરભાઈ ટેલરે આ સ્મૃતિ અંકની આવશ્યક્તા તેમજ તેમાં શું શું વસ્તુ આવરી લેવામાં આવી તેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ અતિથિવિશેષ શ્રી સી.બી. પટેલના વરદહસ્તે આ અંકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણવિધિ થયા બાદ સંસ્થામાં ૧૯૬૫થી અત્યાર સુધીમાં મુખ્યપદ રહી સેવા આપી છે તેમાં પ્રમુખ, મંત્રી, ખજાનચી તેમજ ટ્રસ્ટીગણનું બહુમાન કરવામાં આવ્યું, તેઓને સ્ટેજ પર બોલાવી શાલ ઓઢાડી, સર્ટીફિકેટ્સ તેમજ સ્મૃતિ અંક પ્રદાન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના સેવા આપતા સ્ટાફ, તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં સેવા આપતા સર્વેનું તેમની સેવાને બિરદાવી બહુમાન કરાયું હતું.
સંસ્થાવતીથી આ પ્રસંગે હાજર રહી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે તે સર્વે હરિભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ આ સુંદર કાર્ય માટે તેમજ બુક તૈયાર કરવામાં ક્રિશ્નાબહેન મિસ્ત્રી, દિવ્યાબહેન પટેલ અને ડિઝાઈનિંગ સમીત નાઈએ કર્યું હતું. પ્રૂફ રિડિંગ કરનાર પૂર્ણિમા પટેલ, જાગૃતિ પટેલ, ચારૂબહેન એન્કોફ અને હેમા લિંબાચિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અવસર દિપાવવા માટે લંડન, બર્મિંગહામ, લીડ્ઝ, બ્રેડફોડ, બોલ્ટન, લંકાસ્ટર તેમજ માંચેસ્ટરથી હરિભક્તો પધાર્યા હતા. આસ્ટન અને ઓલ્ડહામથી આવી શક્યા ન હતા તેઓની ક્ષમાયાચના હતી. સંસ્થાવતીથી સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાથી માંડી અત્યાર સુધીમાં સંસ્થાને નિસ્વાર્થ સેવા આપનાર નીચે મુજબના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તથા ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ: બાબુભાઇ સી. પટેલ, પ્રભુભાઇ કે પટેલ, કુવરજીભાઇ ઝેડ. પટેલ, ચીમનભાઇ વી. પટેલ, જશવંતભાઇ એમ. ચૌહાણ, શાંતિલાલ કે. પારેખ, વસંતરાય જી. પટેલ, છોટાલાલ એમ. લીમ્બાચીયા, ઇશ્વરભાઇ ડી. ટેલર, ભીખુભાઇ એલ. પટેલ, દશરથભાઇ એચ. નાયી.
સેક્રેટરી: ગોવિંદભાઇ એ. પટેલ, ઇશ્વભાઇ ડી. ટેલર, દશરથભાઇ એચ. નાયી, ચંદ્રકાન્ત એચ. લીમ્બાચીયા, વિજયંતીબેન વી. ચૌહાણ, પ્રહલાદભાઇ એસ. નાયી, આશિતભાઇ એમ. જરીવાલા.
ટ્રેઝરર: છોટાભાઇ એમ. લીમ્બાચીયા, ગોપાલભાઇ ડી. સોલંકી, હર્ષદભાઇ સી. ચૌહાણ, હર્ષદરાય સી. પટેલ, ભગવાનજીભાઇ બી. નાવેકર, અમરતભાઇ ડી. લીમ્બાચીયા, મહેશભાઇ ડી. પટેલ, બલવંતરાય એન. પંચાલ, ઉમેદભાઇ કે. પરમાર.
ટ્રસ્ટીઓ: જેરામભાઇ એમ પટેલ, પ્રહલાદભાઇ એમ. નાયી, ઠાકોરભાઇ જે. મોદી, પ્રભુભાઇ એન. પરમાર, હિંમતભાઇ આર. ચંદારાણા, ભગવાનજીભાઇ બી. નાવેકર, દુલ્લભભાઇ જે. પટેલ, ગોવિંદભાઇ વી. મારુ, દોલતભાઇ ડી. દેસાઇ, રાવજીભાઇ એન. પરમાર, છોટાલાલ એમ. લીમ્બાચીયા, બાબુભાઇ સી. પટેલ, જયસુખભાઇ એલ. પટ્ટણી, મનહરભાઇ ડી. ચૌહાણ, પ્રવિણભાઇ ટી. રણછોડ, નટવરલાલ એ ટેલર, અમરતભાઇ ડી. લીમ્બાચીયા, મોહનભાઇ પી. પરમાર, કમલકાન્ત ડી. પારેખ, અમરતભાઇ સી. પટેલ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter