ગુજરાત હિન્દુ સોસાયટીએ જલારામ જયંતી ઉજવી

Wednesday 25th November 2026 06:03 EST
 
 

પવિત્ર સંત જલારામ બાપા પ્રત્યે આદર વ્યક્ત કરવા જલારામ જયંતી નિમિત્તે રવિવાર 16 નવેમ્બરે 250થી વધુ ભક્તજનો ગુજરાત હિન્દુ સોસાયટી મંદિરમાં એકત્ર થયા હતા. સવારે યજમાન વિનોદભાઈ અને વનિતાબહેન સોલંકીએ પરિવારજનો સાથે વિશેષ પૂજા કરી હતી. ભક્તજનોએ જલારામ બાપા અને તેમના ઉપદેશોને બિરદાવવા પ્રાર્થનાઓ અને ભજનો ગાયા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. બપોરે તમામ ઉપસ્થિતોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મોડી બપોર સુધી ભજનોની રંગત જામી રહી હતી. ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ પ્રસાદના સ્પોન્સરર ભોજનદાતાઓ, વોલન્ટીઅર્સ અને રસોઈની મહિલા ટીમનો આભાર માન્યો હતો..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter