પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ની 50મી અને 25મી વર્ષગાંઠ નિમિત્તે પાટોત્સવની ભક્તિભાવ અને કોમ્યુનિટીના ઉત્સાહ સાથે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. પાટોત્સવમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠ પર ભાગવત્ કથા તેમજ રવિવાર 31 ઓગસ્ટે પ્રેસ્ટન શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. સનાતન ધર્મ ધ્વજારોહણ સાથે દિવસનો આરંભ કરાયો હતો. આ પછી, મંદિરમાં પૂજ્ય ભાઈશ્રીના જન્મદિનની ઊજવણી કરાઈ હતી.
પૂજ્ય ભાઈશ્રી ફ્લેગ માર્કેટ ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લેન્કેશાયરના લોર્ડ લેફ્ટનન્ટ મિસિસ અમાન્ડા પાર્કર સાથે મુલાકાત કરી હતી. પૂજ્ય ભાઈશ્રીએ ઊજવણી નિમિત્તે બંને રથની આરતી ઉતારી આશીર્વાદ આપ્યા હતા.
(ભાગવત કથા અને શોભાયાત્રાનો વિસ્તૃત અહેવાલ આગામી અંકમાં રજૂ કરવામાં આવશે.)